(જી.એન.એસ),તા.૧૧
ગાંધીનગર,
ન્યૂઝીલેન્ડના નાયબ વડાપ્રધાન શ્રી વિન્સ્ટન પીટર્સે આજે ગાંધીનગરની નજીક આવેલી ગીફટ સીટીની મુલાકાત લીઘી હતી. તેમણે અહીં બેઠક કરીને ગીફટ સીટીની મહત્વની બાબતોથી માહિત ગાર થયા હતા. ન્યૂઝીલેન્ડ દેશના નાયબ વડાપ્રઘાન શ્રી વિન્સ્ટન પીટર્સ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યા છે. તેમણે અમદાવાદ અને ગાંધીનગર ખાતે બે દિવસની મુલાકાત દરમ્યાન વિવિધ સ્થળોની મુલાકાત લીઘી હતી. નાયબ વડાપ્રઘાન શ્રી વિન્સ્ટન પીટર્સ અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીઘી હતી. આજે સવારના ગાંધીનગરના વિશ્વ વિખ્યાત અક્ષરઘામની મુલાકાત પણ લીઘી હતી. રાજયના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સાથે પણ બેઠક કરી હતી.
બપોરબાદ તેમણે ગાંધીનગર નજીક આવેલા ગીફટ સીટી પરિસરની મુલાકાત લીઘી હતી. ગીફટ સીટીની મુલાકાત દરમ્યાન તેમણે ગીફટ હાઉસ ખાતે એક બેઠક કરીને ગીફટ સીટીના વિવિધ આયામો અને ભવિષ્યના પ્લાનીંગની માહિતી મેળવી હતી. ત્યારબાદ ડેકિન યુનિવર્સીટીની મુલાકાત લીઘી હતી. ત્યાં ચાલતાં વિવિઘ અભ્યાસ ક્રમોની માહિતી મેળવી હતી. સમગ્ર યુનિવર્સીટીની મુલાકાત લઇને અહીંના વાતાવરણ અને અભ્યાસની પધ્ધતિઓથી વાકેફ થયા હતા. નાયબ વડાપ્રઘાનશ્રી વિન્સ્ટન પીટર્સે ઓટોમેટેડ વેસ્ટ કલેકશન પ્લાન્ટની પણ મુલાકાત લીઘી હતી. આ પ્લાન્ટની યુટિલીટી ટનલ, સેન્ટર વેસ્ટ હેન્ડલીંગ ફેસેલીટી, બિલ્ડીંગ વેસ્ટ ફીડીંગ સિસ્ટમ જેવી વિવિધ બાબતોની કાર્યપઘ્ધતિથી વાકેફ થયા હતા. તેમજ આ પ્લાન્ટની રસપ્રદ માહિતી પણ મેળવી હતી. તેમણે આ મુલાકાત દરમ્યાન ગીફટ ડિસ્ટ્રીકટ કુલીગ પ્લાન્ટની પણ મુલાકાત લીઘી હતી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.