Home રમત-ગમત Sports ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલનએ પાકિસ્તાન સામેની ત્રણેય T20 મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું

ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલનએ પાકિસ્તાન સામેની ત્રણેય T20 મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું

31
0

(જી.એન.એસ),તા.૧૭

24 છગ્ગા, 15 ચોગ્ગા અને 245 રન. આ ન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલનના આંકડા છે જેણે પાકિસ્તાન સામેની 5 મેચની T20 શ્રેણીમાં તબાહી મચાવી હતી. આ આક્રમક જમણા હાથના બેટ્સમેને પાકિસ્તાનના દમદાર બોલરોને ક્લબ બોલરોની જેમ ફટકાર્યા હતા. ફિન એલને શાહીન આફ્રિદી, હરિસ રઉફ જેવા ફાસ્ટ બોલરોને એવી રીતે ફટકાર્યા કે જાણે પાકિસ્તાની ટીમને સાપ સૂંઘી ગયો હોય. ફિન એલને અત્યાર સુધી પાકિસ્તાન સામેની ત્રણેય T20 મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. ઓકલેન્ડમાં રમાયેલી મેચમાં આ ખેલાડીએ 15 બોલમાં 34 રન બનાવ્યા હતા. આ મેચમાં તેણે 3 સિક્સર ફટકારી હતી અને તેણે ત્રણેય સિક્સર શાહીન આફ્રિદીના બોલ પર ફટકારી હતી. આ પછી ફિન એલને બીજી T20માં 41 બોલમાં 74 રન આવ્યા હતા. જેમાં 5 સિક્સર ફટકારી હતી.  

પ્રથમ બે T20માં દમદાર બેટિંગ બાદ ફિન એલને ડ્યુનેડિનમાં હદ વટાવી દીધી. આ વખતે તેણે પાકિસ્તાની બોલરો સાથે એવું વર્તન કર્યું જેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. હકીકતમાં એલને શાહીન આફ્રિદી, જમાન ખાન, હરિસ રઉફ, મોહમ્મદ નવાઝ જેવા બોલરોની મજાક ઉડાવી હતી. આ ખેલાડીએ ડ્યુનેડિન T20માં ધમાકેદાર ઈનિંગ રમી હતી અને 62 બોલમાં 137 રન બનાવ્યા હતા. એલને તેની સદીની ઈનિંગમાં 16 છગ્ગા ફટકાર્યા હતા અને તેના બેટમાંથી 5 ચોગ્ગા પણ આવ્યા હતા. આ T20 સિરીઝમાં અત્યાર સુધી ફિન એલને 24 સિક્સરની મદદથી 245 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ પણ 220ને પાર કરી ગયો છે. હરિસ રઉફને ડ્યુનેડિનમાં સૌથી વધુ 6 સિક્સર પડી હતી. જ્યારે શાહીન આફ્રિદી અને મોહમ્મદ નવાઝને 4-4 સિક્સર પડી. આ સિવાય જમાન ખાન અને મોહમ્મદ વસીમને પણ 2-2 સિક્સર પડી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવર્લ્ડકપ પહેલા ભારતની છેલ્લી T20 મેચ, બીજી ઈનિગ્સમાં રમત બગડી શકે તેવા સંકેત
Next articleન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં પણ પાકિસ્તાનનો પરાજય