Home રમત-ગમત Sports ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં પણ પાકિસ્તાનનો પરાજય

ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20 મેચમાં પણ પાકિસ્તાનનો પરાજય

36
0

બાબર આઝમે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20માં અડધી સદી ફટકારી, પણ જીત ન અપાવી શકયો

બાબર આઝમે મેચ દરમિયાન શોટ રમયો, પણ પ્રશંસકને ગંભીર ઈજા થઈ શકે તેમ હતી

(જી.એન.એસ),તા.૧૭

શાહીન આફ્રિદીના નેતૃત્વમાં પ્રથમ T20 શ્રેણી રમી રહેલી પાકિસ્તાની ટીમ ન્યુઝીલેન્ડમાં હારી ગઈ હતી. પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ ત્રણ મેચ હાર્યા બાદ પાકિસ્તાને T20 શ્રેણી ગુમાવી દીધી છે. ત્રીજી T20 ડ્યુનેડિનમાં રમાઈ હતી જેમાં પાકિસ્તાની ટીમ 45 રનના મોટા માર્જિનથી હારી ગઈ હતી. જો કે, આ મેચમાં પાકિસ્તાનની હાર સિવાય કંઈક એવું થયું જેણે તમામ ચાહકો અને ખેલાડીઓને પણ ચોંકાવી દીધા. અને આ બધું બાબર આઝમના એક શોટ પછી થયું.  ડ્યુનેડિનમાં 225 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ માટે બાબર આઝમે સૌથી વધુ 58 રન બનાવ્યા હતા.

આ દરમિયાન તેના બેટમાંથી છગ્ગો આવ્યો અને આ શોટ ફેન્સ માટે ઘાતક સાબિત થઈ શકે તેવો હતો. બાબર આઝમે આ સિક્સર પુલ શોટ માર્યો હતો. બોલ સ્ક્વેર લેગ બાઉન્ડ્રીને ઓળંગી ગયો જ્યાં એક ચાહક બાઉન્ડ્રી દોરડા પાસે સ્ટેન્ડમાં ઊભો હતો અને બોલ તેના હાથ પર સીધો અથડાયો. બોલ તેના માથા પર વાગી શક્યો હોત પરંતુ ચાહકે પોતાના હાથ વડે તેને બચાવી લીધો હતો. આ રીતે ચાહક ગંભીર ઈજાથી બચી ગયો હતો.  બાબર આઝમે ન્યુઝીલેન્ડ સામેની ત્રીજી T20માં પણ શાનદાર અડધી સદી ફટકારી હતી. પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો ન હતો. બાબર સિવાય પાકિસ્તાનનો કોઈ બેટ્સમેન ક્રિઝ પર ટકી ન શક્યો. શ્યામ અય્યુબે 10 અને ફખર ઝમાને 19 રન બનાવ્યા હતા. રિઝવાન પણ માત્ર 24 રન બનાવી શક્યો હતો. ઈફ્તિખાર 1 અને આઝમ ખાન 10 રન બનાવી શક્યા હતા. પાકિસ્તાની ટીમ 20 ઓવરમાં માત્ર 179 રન જ બનાવી શકી અને આ રીતે સિરીઝ હારી ગઈ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleન્યૂઝીલેન્ડના ઓપનર ફિન એલનએ પાકિસ્તાન સામેની ત્રણેય T20 મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું
Next articleભારત-અફઘાનિસ્તાન છેલ્લી T20મેચમાં ભારતીય ટીમમાં રિષભ પંતની એન્ટ્રી!