કોઈ મૂળ કાસ્ટ રીપિટ નહિ, હીરો તરીકે અર્જુન કપૂર, વરુણ ધવન અને દિલજીત દોસાંજ
(જી.એન.એસ) તા. 18
મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વર્ષ ૨૦૦૫ની નો એન્ટ્રી ફિલ્મની સીકવલ ‘નો એન્ટ્રી 2’ની તૈયારીઓ જેમ કે કાસ્ટિંગ અને પ્રિ પ્રોડક્શન નું કામ હાલ પૂર જોશમાં ચાલી રહ્યું છે. જેમાં વરુણ ધવન, અર્જુન કપૂર અને દિલજીત દોસાંજ કામ કરી રહ્યા છે. હવે તેમાં તમન્ના ભાટીયાની મુખ્ય હિરોઈન તરીકે એન્ટ્રી થઇ ગઇ હતી ત્યારે હવે બીજી મુખ્ય અભિનેત્રી તરીકે અદિતી રાવ હૈદરીનો પણ અન્ય રોલ માટે સંપર્ક કરાયો છે.
મૂળ ફિલ્મ ‘નો એન્ટ્રી’માં બિપાશા બાસુએ જે રોલ ભજવ્યો હતો તે હવે તમન્ના ભાટીયા ભજવશે. ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૂ કરવામાં આવશે અને ફિલ્મને આ વરસની દિવાળીમાં ૨૬ ઓકટોબરના રિલીઝ કરવાની યોજના છે.
મૂળ ફિલ્મમાં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનની ત્રિપુટી હતી. જેનું સ્થાન હવે વરુણ ધવન, દિલજીત દોસાંજ અને અર્જુન કપૂરે લીધું છે. બોની કપૂર અગાઉ જણાવ્યું હતું કે, ‘નો એન્ટ્રી ટૂ’નું શૂટિંગ શેડયુલ સળંગ ૨૦૦ દિવસનુ છે. મૂળ ફિલ્મના કલાકારોની એકસાથે તારીખો મળવી મુશ્કેલ હોવાથી તેમને રીપિટ કરાયા નથી.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.