Home દેશ - NATIONAL નોનવેજ ખાવાને લઈને ગુજરાતી પરિવારે એક મરાઠી પરિવારને ગંદો કહેતા વિવાદ સર્જાયો

નોનવેજ ખાવાને લઈને ગુજરાતી પરિવારે એક મરાઠી પરિવારને ગંદો કહેતા વિવાદ સર્જાયો

88
0

મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ 

(જી.એન.એસ) તા. 18

મુંબઈ,

એક વાત સૌ કોઈ જાણે છે કે, મહારાષ્ટ્રમાં ભાષાને લઈને ઘણા લાંબા સમયથી વિવાદ થઈ રહ્યો છે. હાલમાં જ MNS ના વડા રાજ ઠાકરેએ મરાઠી ભાષાને લઈને આંદોલન કરવાનું આહ્વાન કર્યું હતું, અનેક જગ્યાએથી અત્યાચારના સમાચાર આવ્યા બાદ તેમણે ખુદ આંદોલન પરત લેવાની અપીલ કરી છે. હવે મુંબઈની એક સોસાયટીમાં મરાઠી અને ગુજરાતી સમાજમાં ખાણી-પીણીને લઈને વિવાદ થયો છે. આરોપ છે કે, ગુજરાતી પરિવારે એક મરાઠી પરિવારને ગંદો કહી દીધો હતો. મળતી માહિતી મુજબ નોનવેજ ખાવાને લઈને ગુજરાતી પરિવારે આ પ્રકારની વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટના ની વાત કરીએ તો મુંબઈના ઘાટકોપરમાં સંભવ દર્શન કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા એક પરિવારનું કહેવું છે કે, અમારા નોનવેજ ખાવાને લઈને પાડોશીએ વાંધો ઉઠાવ્યો અને અભદ્ર ટિપ્પણી કરી હચી. રામ રિંગે નામના શખસે જણાવ્યું કે, મને કહેવામાં આવ્યું કે, મરાઠી લોકો ગંદા હોય છે કારણ કે, તે માંસ-માછલી ખાય છે. 

ત્યારબાદ રામ રિંગે પાસેથી સમગ્ર ઘટનાની જાણ્યા બાદ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાને આ વિશે જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ MNS નેતાઓએ સોસાયટીના લોકોને ધમકી આપી કે, જો મરાઠી લોકો સાથે ખોટો વ્યવહાર કર્યો તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહેજો.

આ સમગ્ર ઘટનાની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે કહ્યું હતું કે, સોસાયટીની એક બેઠક બોલાવવામાં આવશે અને જે પણ ખોટું થયું હશે તેના પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. વળી, કોંગ્રેસ નેતાઓનું પણ કહેવું છે કે, વારંવાર મરાઠીઓ સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે અને તેના જવાબદાર દેવેન્દ્ર ફડણવીસ છે. એક નેતાએ કહ્યું કે, ‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ તો નોનવેજ ખાય છે. આ બધું સરકારના કારણે થઈ રહ્યું છે. તે ગુજરાતી અને મરાઠી વચ્ચે લડાઈ ઊભી કરવા માગે છે.’

જો કે, આ વિવાદનો સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાઈરલ થઈ રહ્યો છે. તેમાંથી એક MNS નેતા કહે છે કે, ‘તમને લાગે છે મરાઠી ગંદા છે તો મહારાષ્ટ્ર પણ ગંદુ છે. તમે આવી ગંદી જગ્યાએ કેમ આવ્યા? જો બીજીવાર મરાઠી સાથે દુર્વ્યવહાર કર્યો તો સોસાયટીની બહાર નીકળવું મુશ્કેલ થઈ જશે.’ ત્યારબાદ ફરી MNS કાર્યકર્તા સોસાયટીમાં આવ્યા અને વોટ્સએપ ગ્રુપ પર રામ રિંગેને બાયકૉટ કરવાની અપીલ કરી. આ સિવાય સોસાયટીના ચેરમેન રાજ પાર્તેને પણ ધમકી આપતા કહ્યું કે, જો આ પ્રકારનો વ્યવહાર રહેશે તો અમારે અમારા અંદાજમાં જવાબ આપવો પડશે. 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field