(GNS),17
ઉત્તર પ્રદેશના નોઈડામાં બુધવારે રાત્રે ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 1.5 માપવામાં આવી હતી . નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે ઉત્તર પ્રદેશના ગૌતમબુદ્ધ નગરમાં 08:57 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ જમીનથી 6 કિલોમીટર નીચે હતી. મહત્વનુ છે કે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોને ભૂકંપ પ્રભાવિત વિસ્તાર માનવામાં આવે છે. દિલ્હી-એનસીઆરમાં વારંવાર ભૂકંપના આંચકા આવે છે. દિલ્હી સિસ્મિક ઝોનના ઝોન-4માં છે. દેશ આવા ચાર ઝોનમાં વહેંચાયેલો છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.