Home ગુજરાત નેહરુની ભૂલ એવી 370ની કલમને કારણે કાશ્મીર ભારત સાથે જોડાતું ન હતું...

નેહરુની ભૂલ એવી 370ની કલમને કારણે કાશ્મીર ભારત સાથે જોડાતું ન હતું – શાહ

33
0

ભાજપની ચૂંટણીલક્ષી ગુજરાત ગૌરવ યાત્રાના ત્રીજા તબક્કાનું અમદાવાદ જિલ્લાના ધંધુકા પાસેના ઝાંઝરકા-સવૈયા ધામથી પ્રસ્થાન કરાવતા ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે વર્ષોથી જવાહરલાલ નહેરૂની ભૂલના કારણે કાશ્મીર 370ની કલમના કારણે કાશ્મીર ભારત સાથે જોડાતું ન હતું. વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ 5 ઓગષ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી એક ઝાટકે કલમ 370 ને દુર કરી નાખી અને કાશ્મીરને ભારત સાથે જોડી દીધું.

અહીં યોજાયેલી જાહેર સભામાં લોકોને સંબોધન કરતા શાહે વધુમાં જણાવ્યું કે, કોંગ્રેસવાળા પહેલા હંમેશા ટોણાં મારતા હતા કે મંદિર વહી બનાયેંગે, તારીખ નહી બતાયેંગે. પણ કોંગ્રેસ વાળાને કહેજો કે તારીખ આવી ગઇ, મંદિરનું ભૂમિ પૂજન થઇ ગયું મોદીના નેતૃત્વમાં એ જ જગ્યાએ ગગનચૂંબી રામમંદિરના નિર્માણની શરૂઆત પણ થઇ ગઇ છે.

જ્યારે નવસારી ના વાંસદા ઉનાઈમાં ભગવાન બિરસામુંડા આદિવાસી ગૌરવયાત્રા અને ગુજરાત ગૌરવ યાત્રાનો આરંભ કરતાં અમિતશાહે કહ્યુ કે માત્ર હોડીંગ લગાવી ગુમરાહ કરતાં તત્ત્વને પ્રજા ઓળખે તે જરૂરી છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field