Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET UG 2024 પેપરલીકના દાવાને નકારવામાં આવ્યો

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા NEET UG 2024 પેપરલીકના દાવાને નકારવામાં આવ્યો

32
0

(જી.એન.એસ) તા. 6

નવી દિલ્હી,

ગત રવિવારે દેશભરના 557 શહેરોમાં અને 14 વિદેશી શહેરોમાં મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UG 2024નું આયોજન કરવામાં આવ્યું હતી. જો કે, નિટ (NEET)નું પ્રશ્નપત્ર લીક થયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ પેપર લીકનો મામલે મોટો ઉહાપોહ મચ્યો છે. જો કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પીપરલીકના દાવાને નકાર્યો છે.

આ વર્ષે, NEET UG માટે રેકોર્ડ 23 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાં 10 લાખથી વધુ છોકરાઓ, 13 લાખથી વધુ છોકરીઓ અને 24 વિદ્યાર્થીઓ ‘થર્ડ જેન્ડર’ હેઠળ નોંધાયેલા હતા. જો આપણે રાજ્ય મુજબ વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાંથી સૌથી વધુ 3,39,125 વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ત્યારબાદ મહારાષ્ટ્રમાંથી 279904 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. રાજસ્થાનના 1,96,139 વિદ્યાર્થીઓએ NEET UG 2024 માટે નોંધણી કરાવી હતી. દક્ષિણના રાજ્યોની વાત કરીએ તો, તામિલનાડુમાંથી 155216 અરજદારોએ નોંધણી કરાવી હતી જ્યારે કર્ણાટકમાંથી 154210 અરજદારોએ નોંધણી કરાવી હતી.

NEET UG 2024 નું પેપરલીકની આશંકા પર પટના પોલીસે રવિવારે રાત્રે અનેક સ્થાનો પર દરોડા પાડ્યા હતા. આ અંગે માહિતી આપતાં પટના એસએસપી રાજીવ મિશ્રાએ જણાવ્યું કે NEET UG પરીક્ષાના પ્રશ્નપત્ર લીકના મામલામાં ગુપ્ત માહિતીના આધારે FIR નોંધવામાં આવી છે. પટના પોલીસ આ મામલામાં કેટલાક લોકોની પૂછપરછ કરી રહી છે. મોડી રાત સુધી અનેક જગ્યાએ દરોડાની કાર્યવાહી ચાલુ રહી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં 5 લોકોની અટકાયત કરવામાં આવી છે. પટના એસએસપી રાજીવ મિશ્રાના જણાવ્યા અનુસાર, સિકંદર યાદવ સહિત અન્ય ચાર લોકો પેપર લીક કરવામાં રોકાયેલા હતા. એવી શંકા છે કે આરોપીઓએ પટનાના ઘણા કેન્દ્રો પર પેપર સોલ્વર લગાવ્યા હતા અને તેમની પાસે પહેલાથી જ પ્રશ્નપત્રો હતા. પોલીસ દરેક મુદ્દા પર તપાસ કરી રહી છે.

એક વરિષ્ઠ અધિકારીએ ખુલાસો કર્યો કે જ્યારે નિરીક્ષક ભૂલ પર કાર્યવાહી કરી શકે ત્યાં સુધીમાં કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા હોલમાંથી બહાર નીકળી ચૂક્યા હતા. જેના પગલે સોશિયલ મીડિયા પર પ્રશ્નપત્ર ફરતું થયું હતું. મીડિયા અહેવાલ મુજબ NTAના વરિષ્ઠ નિયામક સાધના પરાશરના જણાવ્યા અનુસાર, કેન્દ્રમાં સમસ્યાનો સામનો કરનારા તમામ 120 ઉમેદવારો માટે પરીક્ષાઓ પાછળથી ફરી લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ એક જ શિફ્ટમાં આ પરીક્ષા આપી હતી જે બપોરે 2 વાગ્યાથી શરૂ થઈ હતી અને સાંજે 5.20 વાગ્યા સુધી ચાલી હતી. આ વર્ષની પરીક્ષા માટે રેકોર્ડ સંખ્યામાં 23 લાખ વિદ્યાર્થીઓએ પોતાનું નામ નોંધાવ્યું હતું. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ સૌથી વધુ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજે બેઈમાની નું ખાશે તે જેલમાં જશે અને જેલની રોટલી ચાવશે: વડાપ્રધાન મોદી
Next articleમાયાવતીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ શિવપાલ સિંહ યાદવ વિરુદ્ધ નોંધાયો કેસ