Home ગુજરાત નૂતન ફાર્મસી કોલેજ ખાતે ઓનલાઇન ફાર્માસિસ્ટ રિફ્રેશર કોર્સ યોજાયો

નૂતન ફાર્મસી કોલેજ ખાતે ઓનલાઇન ફાર્માસિસ્ટ રિફ્રેશર કોર્સ યોજાયો

28
0

સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન ફાર્મસી કોલેજ ખાતે ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલ, અમદાવાદના સહયોગથી ઓનલાઇન “ફાર્માસિસ્ટ રિફ્રેશર કોર્સનું” સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી 300થી પણ વધારે ફાર્માસિસ્ટ મિત્રોએ આ રિફ્રેશર કોર્સનો ઓનલાઇન પ્લેટફોર્મથી લાભ લીધો હતો. સંસ્થાના પ્રિન્સિપાલ ડો.ઉજાશ શાહે જણાવ્યું હતું કે, સમગ્ર દેશ અને ગુજરાતમાં ફાર્માસિસ્ટની માંગ વધી રહી છે. તે સમયે નૂતન ફાર્મસી કોલેજ ખાતે વિવિધ સેમિનાર્સ,કોંફેરેંસેસ, સ્ટાર્ટઅપ પ્રોજેક્ટસ, ઈન્ડિસ્ટ્રી કોલોબ્રોટેવ પ્રોજેક્ટસ, અદ્યતન ઇન્સ્ટ્રુમેન્ટ્સથી સજ્જ લેબોરેટીસ જેવી અનેક વિવિધ સુવિધા પુરી પાડવામાં આવે છે.

તથા આગામી સમયમાં સંસ્થા ફાર્માસિસ્ટ મિત્રોને લાભદાયી થવા રિફ્રેશર કોર્સ, રિન્યુઅલ કેમ્પ અને વિવિધ ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરવા બહેધરી આપી હતી. આયોજિત રિફ્રેશર કોર્સમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીના ફાર્મસી ફેકલ્ટીના ડિન અને સાર્વજનીક ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો. સી. એન. પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ ભારતમાં ફાર્મસીની વધતી જતી માંગ અને અધ્યાતન સંશોધનના મહત્વ પર પોતાના વિચારો રજુ કાર્ય હતા અને ફાર્મસી મિત્રોને પોતાના વ્યવસાયમાં પ્રગતિ કરવા માર્ગદર્શન આપ્યું હતું.

ગુજરાત સ્ટેટ ફાર્મસી કાઉન્સિલના રેજીસ્ટ્રર જશુ ચૌધરીએ ફાર્મસી કોઉન્સિલ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમો અને ઓનલાઇન રિન્યુઅલ પ્રોસેસ, રિએન્ટ્રી, ન્યૂ રેજીસ્ટ્રેશન પ્રોસેસની વિગતવાર માહિતી આપી ફાર્મસીટ મિત્રોને પ્રોત્સાહિત કાર્ય હતા. સરદાર પટેલ કોલેજ બાકરોલ, આણંદ ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો.કિશોર ઢોળવાની, ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર ડો.ઉમંગ ગજ્જર, નૂતન ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડો.ઉજાશ શાહ, પ્રોફેસર ડો.હિરેન ચૌધરી, ડો.સેજલ પટેલ, હેલી અમીન, નિધિ શાહ જેવા તજજ્ઞોએ ફાર્માસિસ્ટ મિત્રોને વિવિધ વિષય પર પોતાના વિચારો અભિવ્યક્ત કાર્ય હતા.

વર્તમાન સ્પર્ધાત્મક સમયમાં ફાર્માસિસ્ટ મિત્રોને પોતાના વ્યવસાયમાં ઉપયોગી વિષયોની માહિતી પુરી પડી હતી. કાર્યક્રમના સફળ આયોજન બાદલ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ પ્રકાશ પટેલ, પ્રોવોસ્ટ ડો.ડી,જે. શાહ, રજીસ્ટ્રાર ડો.પ્રમોદકુમાર પાંડે, તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે સંસ્થાના પ્રિન્સિપાલ ડો.ઉજાશ શાહ, કોર્સ કોર્ડીનેટર ડો.હીરક જોશી તથા સમગ્ર ફાર્મસી પરિવારને શુભેચ્છાઓ પાઠવી હતી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field