(GNS),06
હરિયાણાના નૂહમાં હિંસા બાદ બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. ચોથા દિવસે પણ વહીવટી તંત્રએ ગેરકાયદેસર અતિક્રમણ પર બુલડોઝર ચલાવી દીધુ છે. આજે પ્રશાસને નૂહમાં આવેલી સહારા ફેમિલી હોટલને તોડી પાડી છે. મોટી વાત એ છે કે હિંસા દરમિયાન આ હોટલમાંથી પથ્થરમારો થયો હતો અને હોટલ સંચાલકો પર હિંસાનો આરોપ છે. વહીવટીતંત્રનું કહેવું છે કે સહારા હોટલનું બાંધકામ ગેરકાયદેસર રીતે કરવામાં આવ્યું હતું. હિંસા દરમિયાન બદમાશોએ આ હોટલમાંથી પથ્થરમારો કર્યો હતો. ડિસ્ટ્રિક્ટ પ્લાનર વિનેશ કુમારે જણાવ્યું કે હોટેલ બિલ્ડિંગ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતી. હોટલ સંચાલકોને સરકાર અને વિભાગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી, પરંતુ તેઓએ તેના પર ધ્યાન આપ્યું ન હતું. આથી આજે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી છે. આ હોટલમાં એક રેસ્ટોરન્ટ પણ હતી. હરિયાણાના નૂહમાં હિંસા બાદથી વહીવટીતંત્ર એક્શનમાં છે. આજે, વહીવટીતંત્રે નુહની હોટલ પર બુલડોઝર ચલાવ્યું હતું જ્યાંથી પથ્થરમારો થયો હતો. પ્રશાસને કહ્યું કે આ હોટલનું બાંધકામ ગેરકાયદેસર હતું. તમને જણાવી દઈએ કે 8 ઓગસ્ટ સુધી નૂહમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે.
હિંસાના સંબંધમાં અત્યાર સુધીમાં સોથી વધુ FIR નોંધવામાં આવી છે, જે અંતર્ગત 202 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમને જેલના સળિયા પાછળ મોકલવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલાએ કહ્યું છે કે ઘણા આરોપીઓની રિમાન્ડ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે સોશિયલ મીડિયા એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. નૂહ હિંસા પર ખટ્ટર સરકાર એક્શનમાં આવી અને રોહિંગ્યા વસાહત પર બુલડોઝર ફરવું, નલ્હાર વિસ્તારમાં ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા એટલું જ નહિ નુહ એસપી વરુણ સિંગલાની પણ બદલી કરી દેવામના આવી, સાથે જ ડેપ્યુટી કમિશનર પ્રશાંત પંવારની પણ બદલી કરવામાં આવી હતી અને નુકસાનની ભરપાઈનો બદમાશો પાસેથી હિસાબ લેવામાં આવશે તેવું પણ બહાર આવ્યું. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નૂહમાં પણ દિલ્હી રમખાણોની જેમ હિંસા થવાની તૈયારી હતી. આ હિંસા અચાનક નથી થઈ, પરંતુ સંપૂર્ણ આયોજન સાથે. બદમાશો માત્ર સ્થાનિક ન હતા, તેઓ બહારથી પણ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયાની મદદથી આસપાસના વિસ્તારોમાંથી બદમાશોને બોલાવવામાં આવ્યા હતા. નૂહ હિંસાના તાર રોહિંગ્યા વસાહત સાથે પણ જોડાયેલા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.