Home દેશ - NATIONAL નીતિશકુમાર પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો કટાક્ષ

નીતિશકુમાર પર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનો કટાક્ષ

30
0

(જી.એન.એસ),તા.૧૦
બિહાર
મહારાષ્ટ્ર બાદ બિહારમાં સરકાર બદલાઈ ગઈ. ફરક એટલો કે મહારાષ્ટ્રમાં ભાજપ સત્તામાં આવ્યું અને બિહારમાં ભાજપ સત્તામાંથી બહાર ગયું. જેડીયુએ ભાજપ સાથે ગઠબંધન તોડી નાખતા બિહારમાં સત્તા પરિવર્તન થઈ ગયું છે. આ સમગ્ર મામલે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે કહ્યું કે છેલ્લા ૧૦ વર્ષમાં બિહારમાં રાજકીય અસ્થિરતાનો દોર ૨૦૧૨-૧૩થી ચાલ્યો છે, અને આ પણ તે દિશામાં એક પગલું છે. નીતિશકુમાર પર કટાક્ષ કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે ૧૦ વર્ષમાં આ તેમનો ૧૦મો પ્રયોગ છે. તેમની છબી ઘણી બદલાઈ છે. હું તે દ્રષ્ટિકોણથી તેને જાેઉ છું. નીતિશકુમાર થોડીવારમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે. જ્યારે તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ પદના શપથ લેશે. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે એવા રિપોર્ટ્‌સ હતા કે નીતિશકુમાર નારાજ છે, તેમનો ભાજપ સાથે મેળ જામી રહ્યો નથી તો શું આ ફક્ત નારાજગી હતી કે સ્ક્રિપ્ટ પહેલા લખાઈ ચૂકી હતી? જેના પર તેમણે જવાબ આપતા કહ્યું કે નારાજગીની વાત જ નથી. મને જ્યાં સુધી લાગે છે ૨૦૧૭ બાદ જે ફોર્મેશનમાં નીતિશકુમાર હતા, તેમાં તેઓ મને ક્યારેય સહજ લાગ્યા નથી. લોકોની સામે ભલે પોઝિશનિંગ ગમે તે હોય પરંતુ જે પ્રકારનું કમ્ફર્ટ ભાજપ અને જેડીયુ વચ્ચે વર્ષ ૨૦૦૫ અને ૨૦૧૨-૧૩ વચ્ચે રહ્યું તેવું ૨૦૧૭થી ૨૦૨૨ સુધી જાેવા મળ્યું નથી. તેમણે એમ પણ કહ્યું કે નીતિશકુમારની સ્થિતિ ઘણી બદલાઈ છે. જે લોકો એવી સમીક્ષા કરી રહ્યા છે કે તેનાથી તેમની રાજનીતિક કરિયર અને વિશ્વસનીયતા પર અસર નહીં પડે તો તેવું નથી. ૨૦૧૦માં નીતિશકુમારની પાર્ટીના ધારાસભ્ય ૧૧૭થી વધુ હતા. જે ઘટીને ૭૨ થઈ ગઆ અને હવે સંખ્યા ૪૩ની આસપાસ છે તો તેની અસર તો પડે જ છે. તેમણે એમ પણ કહ્યું કે સરકાર સાડા ત્રણ વર્ષ ચાલવી જાેઈએ. નવી સરકારને સલાહ આપતા પીકેએ કહ્યું કે તેમણે જણાવવું જાેઈએ કે આ સરકાર કયા એજન્ડા, કયા ઘોષણાપત્ર હેઠળ ચાલશે કારણ કે ગત ચૂંટણી તેમણે ૭ નિશ્ચિય પાર્ટ ૨ પર લડી હતી. આરજેડીએ પણ ઘોષણાપત્ર બહાર પાડ્યું હતું. આવામાં જ્યારે બે પાર્ટીઓ સાથે આવી રહી છે તો તેમણે જણાવવું જાેઈએ કે તેઓ કયા મુદ્દાઓ પર કામ કરશે. શું જનતા સાથે અન્યાય થયો? તેના પર પીકેએ કહ્યું કે નેતા પક્ષ બદલે કે ન બદલે પરંતુ લોકોને તેમના પ્રમાણે બધુ મળે તો તેમને કશો ફરક પડતો નથી. બની શકે કે કોઈની દ્રષ્ટિમાં આ પગલું નૈતિક રીતે યોગ્ય હોય કે ન હોય પરંતુ જનતાને તો તેની સાથે મતલબ છે કે જમીન પર કામ થઈ રહ્યુ છે કે નહીં. તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે પ્રશાંત કિશોર છેલ્લા કેટલાક દિવસથી બિહારમાં શું કરી રહ્યા છે? તો તેમણે જવાબ આપતા કહ્યું કે મે ૨ મેના રોજ જાહેરાત કરી હતી. મારું એક અભિયાન શરૂ કર્યું છે. જે હેઠળ બિહારના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન રહેશે. આવનારા કેટલાક મહિનાઓ અને વર્ષો માટે તે દિશામાં લાગેલા છીએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનીતિશકુમાર સીએમ અને તેજસ્વી યાદવ ડે.સીએમના શપથ લીધા
Next articleબ્રિટનમાં ઋષિ સુનકે કેજરીવાલ મોડલ અપનાવી રહ્યા છે..?