(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.25
શું ભાજપમાં ફરીથી કોઈ ખજૂરોહો કાંડ નું પુનરાવર્તન થવા જઈ રહ્યું છે? આ પ્રશ્ન ભાજપ અને કૉંગ્રેસ સહિત સમગ્ર રાજકારણમાં ચર્ચા ની ચકડોળે ચગ્યો છે. ખજુરાહો ભાગ 2માં આ વખતે અસંતુષ્ટ તરીકે પાટીદાર પાવર નીતિન પટેલ મહત્વની ભૂમિકા નિભાવે તેમ છે. જો કે નીતિન પટેલે ટ્વિટ કરીને તેનો ખુલાસો તો કર્યો છે પરંતુ આવા નાજુક સમયે ખુલાસા છતાં જે અટકળો બહાર ડોકિયાં કારી છે તે દર્શાવે છે કે બબ્બે વખત સીએમ પદ નો પ્યાલો છેક હોઠે થી છીનવી લેવાનું અપમાન પાટીદાર નેતા ભૂલ્યા નથી. તેઓ પોતાના ગેમ પ્લાન એ અને બી મુજબ ધાર્યું કરવા માંગતા હોય તેમ જણાય રહ્યું છે. જેમાં પ્લાન એ મુજબ ભાજપમાંથી અંદાજે 33 ધારાસભ્યો સાગમટે રાજીનામાં આપીને અલગ જુથ રચે અને નીતિન પટેલ કૉંગ્રેસના ટેકાથી સીએમ બને. પ્લાન બી એવો છે કે અન્ય અસંતુષ્ટ પુરુષોત્તમ સોલંકી,બાબુભાઈ બોખીરિયા, સીકે રાઉલજી અને ખુદ નિતીનના 20થી 25 ધારાસભ્યો રાજીનામાં આપીને કૉંગ્રેસ માં જોડાઈ જાય.કોંગ્રેસમાં ભળીને નીતિન પટેલ સીએમ બને અને જે બેઠકો રાજીનામાંથી ખાલી પડી તેની પેટા ચૂંટણી માં 11 કરતા વધુ જીતાડી આપે તો સરકાર તાકી શકે અસંતુષ્ટ નેતાઓ એમ માનીને ચાલી રહ્યા છે કે હું નહીં તો તું પણ નહીં. અંદરખાને નંબર ગેમ પણ ચાલી રહી છે.
ગાંધીનગર અને પાટીદારના ગઢ સમાન મહેસાણામાં જે અટકળો ખળ ખળ વહી રહી છે તે મુજબ નીતિન પટેલ 2014માં સીએમ માટે તેમના નામ પર મહોર મારવા છતાં આનંદીબેન પટેલ ને બેસાડયા અને બીજીવાર રૂપાણી ની તાજપોષી પહેલા પણ તેમને એક બાજુએ બેસાડી ને ત્યારબાદ નંબર ટુ છતાં નાણા ખાતાથી વંચિત રખાયા અને તેમને ત્રીજી આંખ ખોલી ત્યારે જ એ ખાતું અપાયું તેને ભૂલ્યા નથી. હાલમાં તેમની હાલત શંકરસિંહ વાઘેલા જેવી કરી નાંખવામાં આવી હોય તેમ કહેવાય છે કે તેમને પડતા મૂકી લોકસભાની ચૂંટણીમાં દિલ્હી ભેગા કરવાની વેતરણ ચાલી રહી છે. જેનો ખ્યાલ નીતિન પટેલ ને આવી જ ગયો છે અને તેઓ પાટીદાર પાવર બતાવવા આગળ વધી રહ્યા હોય તેમ અસંતુષ્ટ 3 નેતાઓના સથવારે 33 ધારાસભ્યો સાથે અલગ થાય તો બીજેપી ની સરકાર 99 માંથી લઘુમતીમાં સરકી પડે. આમ પણ 99 એ લટકતી તલવાર તો છે જ. 33 અલગ પડી ને પોતાનું અલગ જૂથ રચે તો એન્ટી ડિફેકસન કાયદો લાગુ ના પડે. કોંગ્રેસ કર્ણાટક ફોર્મ્યુલા પ્રમાણે બહારથી ટેકો આપે અને નીતિન સીએમ બને. પ્લાન બી એવો છે કે સોલંકી, બોખીરિયા અને સી કે પોતાના સમદુખિયા સભ્યોને લઈને રાજીનામાં આપે તો20થી 22 સભ્યો તૂટે તો રૂપાણી સરકાર લઘુમતીમાં આવી જાય અને નીતિન કોંગ્રેસમાં ભળીને કોંગ્રેસના સીએમ બને. જે બેઠકો ખાલી પડે તેની પેટા ચૂંટણીમાં 11 કરતા વધુ સભ્યોને કોઈપણ ભોગે જીતાડી ને સરકાર ટકાવવી પડે. રાજકીય સૂત્રો માને છે કે ખુદ નીતિન પટેલ જાણે છે કે ઉપર મોદી છે, રાજભવન માં ભાજપનો જ માણસ છે.તેથી રાહ મુશ્કેલ પણ અશકય નથી. એકવાર સીએમ બનીને તેઓ ભાજપ હાઇકમાન્ડ ને પાટીદાર પાવર બતાવવા માંગે છે કે એક પાટીદાર નું અપમાન થાય તો તેઓ કઈ હદ સુધી જય શકે છે.
રાજકીય સૂત્રો અને અટકળો નિર્દેશ કરે છે કે માલવણ માં મળનારી પાટીદાર મહાપંચાયતમાં નીતિન હાજરી આપે અને રાજીનામનો ધડાકો કરી શકે. ગુજરાત રાજકારણમાં વાઘેલા અને ખજુરાહો ની પાછળ એ જ કથા હતી કે એક વ્યક્તિનું અપમાન. નીતિન પટેલે 2014માં નામ નક્કી તથા સવારે સીએમ તરીકે ટીવી મુલાકાતો આપી હતી.ગુજરાત માટેની પોતાની અગ્રતા વર્ણવી હતી અને સાંજે કમલમમાં આનંદીબેન ને સીએમ ઘોષિત કરી તેમના હોઠે આવેલો સીએમ પદ નો પ્યાલો કોને લાઇ લીધો તેને ભૂલ્યા નથી. આનંદીબેન પટેલ ના ઓગસ્ટ 2016ના રાજીનામાં વખતે પણ તેમની અવગણના કરાઈ અને ફરીથી ડેપ્યુટી સીએમ બનાવ્યા પણ નંબર 2 હોવા છતાં નાણાખા તું ના અપાયું અને જ્યારે ત્રીજી આંખ ખોલી ત્યારે જ એ ખાતું અપાયું હતું. અત્યારે પણ તેઓ ત્રીજી આંખ ખોલીને બતાવવા માંગે છે કે પાટીદાર પાવર શુ હોય છે. અટકળો એવી છે કે બેચાર દિવસમાં ખેલ પડી જાય અને ગુજરાતના રાજકાસરણમાં ફરીથી વાઘેલા પ્રકરણ દોહરાવવામાં આવે તેમ જણાઈ રહ્યું છે. ભાજપ નેતાગીરી તેનાથી વાકેફ છે તેથી પાટીદાર નેતાની હલચલ પર બાજ નજર છે. નીતિન ને નાણાં ખાતું ના અપાયું ત્યારે કોંગ્રેસના વિરજી ઠુમરે ખુલ્લી ઓફર કરી હતી કે નીતિનભાઈ 10 સભ્યો લઈને આવે તો અમે તેમને સીએમ બનાવીએ. એ ઓફર હજુ ખુલ્લી જ છે અને નીતિન પટેલ 10 નહીં પણ પ્લાન એ મુજબ 33 સભ્યો અને પ્લાન બી મુજબ 20થી 22 સભ્યો લઈને મેદાને પડવાની ગણતરી સાથે ચાલી રહ્યા છે. તેમણે ભલે ખુલાસો કર્યો હોય પણ રાજકારણમાં કહે શું અને કરે શું એ સૌ જાણે છે. કર્ણાટકમાં કોંગ્રેસે જે ટક્કર આપી તે જોઈને આ પાટીદાર નેતા હવે કોઈપણ ભોગે સીએમ પદ ના ઘોડેસવાર થવા થનગની રહ્યા છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.