Home ગુજરાત ઉત્તર ગુજરાત નીટ પરીક્ષા કૌભાંડ: ગોધરાની સ્કૂલના શિક્ષક ની રોકડા સાથે પોલીસ કરી ધરપકડ

નીટ પરીક્ષા કૌભાંડ: ગોધરાની સ્કૂલના શિક્ષક ની રોકડા સાથે પોલીસ કરી ધરપકડ

22
0

(જી.એન.એસ) તા. 10

ગોધરા,

નીટ ની પરીક્ષા કૌભાંડને લઇને પોલીસે તુષાર ભટ્ટ નામના શિક્ષકની કારમાંથી મુદ્દામાલ ઝડપ્યો છે. 7 લાખ રોકડ રકમ અને કારની આર સી બુક અને મોબાઇલ કબજે કર્યો છે. રવિવારે લેવાયેલી નીટ ની પરીક્ષામાં ઉંચા માર્કસ મેળવવા માટે પૈસા નક્કી કરાયા હતાં. જેમાં એક વિદ્યાર્થી દીઠ 10 લાખનો કૌભાંડ નક્કી થયાનો ઘટસ્ફોટ થયો હતો.

ગોધરાની જય જલારામ સ્કૂલમાં ફિઝિક્સના શિક્ષક તરીકે ફરજ બજાવતો હતો તુષાર ભટ્ટ. જે તુષાર ભટ્ટ સહિત 3 શખ્સો સામે નીટ ની પરીક્ષામાં કૌભાંડ આચરવાની કોશિશને લઇ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસ દ્વારા તુષાર ભટ્ટના બે ફોનની તપાસ કરતા એક ફોનમાંથી વ્હોટ્સએપ ચેટ મળી હતી. જેમાં પરશુરામ રોય નામની ચેટમાં ત્રણ ફોટા મળી આવ્યા હતા. જેમાં 11 પરીક્ષાર્થીના નામ, રોલ નંબર અને પરિક્ષા કેન્દ્રનું સરનામું હતું. ત્યારબાદ અન્ય મેસેજમા પરીક્ષાર્થીની વિગતો મળી આવી હતી. જે બાબતે શિક્ષણ વિભાગની ટીમે પુછતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. એટલું જ નહીં તુષાર ભટ્ઠની કારમાંથી 7 લાખ રૂપિયા મળી આવ્યાં છે.

આ કૌભાંડ ની વાત કરી તો જે વિદ્યાર્થીને આવડતા પ્રશ્નોના જવાબ લખવાના હતા અને બાકીના જવાબ ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં કોરા મુકી દેવાના હતા. જે પરિક્ષા પુર્ણ થયા બાદ નક્કી કરેલા રોલ નંબરવાળા પરીક્ષાર્થીના જવાબ લખી આપવાનું નક્કી થયું હતું અને 6 પરીક્ષાર્થીના નામનું લીસ્ટ ગોધરાના આરીફ વોરા નામના ઈસમે આપ્યું હતું. તેઓએ પણ એક પરિક્ષાર્થી દીઠ રૂ. 10 લાખ પાસ કરવા નક્કી કર્યા હતા.તો વડોદરાની ઓવરસીઝ કંપનીના માલિક પરશુરામ રોયનું નામ પણ ખુલ્યું છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleદૈનિક રાશિફળ (11-05-2024)
Next articleદક્ષિણ બ્રાઝિલમાં ભારે વરસાદને કારણે 107 લોકોના મોત અને 136 લોકો પણ ગુમ