(GNS),18
અમદાવાદ સોલા પોલીસની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ નીરવ બાવકુભાઈ જેબલિયા છે. જેની સોલા પોલીસે કચ્છ ગાંધીધામથી ધરપકડ કરી. મહત્વનું છે કે નીરવ વિરુદ્ધ જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં બે અલગ અલગ ફરિયાદો નોંધાઈ હતી. જેમાંથી એક ગુનામાં સ્કોપીર્યો કાર વેચવાના બહાને ભોગ બનનાર પાસેથી 4.23 લાખ રૂપિયા લઇ ગાડી ન આપી છેતરપિંડી આચરી હતી. બીજી તરફ ગુજરાત હાઇકોર્ટનો બનાવટી ઓર્ડર બનાવી ભોગ બનનાર પાસેથી પાંચ લાખ રૂપિયા પડાવી લીધા હતા. જેમાં ગુજરાત હાઇકોર્ટના ધ્યાને હકીકત આવતા ગુનો નોંધાયો હતો. આરોપી નીરવ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદની તપાસ કરતા હકીકત સામે આવી કે નિરવ કોઈપણ કામ માટે રૂપિયા પડાવી લેતો હતો. સાથે જ જો કોઈ વધુ ઉઘરાણી કરે તો ખોટા કેસમાં ફસાવી દેવાની તથા પોલીસની ધમકી પણ આપતો હતો. ઉપરોક્ત બંને ગુનાઓમાં આરોપી નિરવે ભોગ બનનાર પાસેથી સાડા નવ લાખ રૂપિયા પડાવી લીધા છે. જોકે જ્યારે રૂપિયા પાછા માગ્યા ત્યારે ધમકીઓ આપતો હતો. જોકે બન્ને ગુના બાદ આરોપી શહેર છોડી ફરાર થઈ ગયો હતો જેની ગાંધીધામ ખાતેના એક રિસોર્ટ થી ધરપકડ કરવામાં આવી છે. આરોપી નીરવને પોલીસ પકડે નહિ માટે અલગ અલગ રિસોર્ટ માં ભાગતો ફરતો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.