Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી નિવૃત્ત ન્યાયાધીશોને કિરેન રિજિજુની ચેતવણી, ‘ભારતની અંદર અને બહાર ભારત વિરોધી શક્તિઓ...

નિવૃત્ત ન્યાયાધીશોને કિરેન રિજિજુની ચેતવણી, ‘ભારતની અંદર અને બહાર ભારત વિરોધી શક્તિઓ એક જ ભાષાનો ઉપયોગ કરે છે કે, લોકશાહી ખતરામાં…

79
0

કેન્દ્રીય કાયદા પ્રધાન કિરેન રિજિજુએ શનિવારે દાવો કર્યો હતો કે, કેટલાક નિવૃત્ત ન્યાયાધીશો અને કેટલાક કાર્યકરો, જેઓ “ભારત વિરોધી ગેંગનો ભાગ” બની ગયા છે, તેઓ ભારતીય ન્યાયતંત્રને વિરોધ પક્ષની ભૂમિકા ભજવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. રિજિજુએ ફરી એકવાર ન્યાયાધીશોની નિમણૂક સાથે સંબંધિત કોલેજિયમ સિસ્ટમની ટીકા કરતા કહ્યું કે, આ કોંગ્રેસ પાર્ટીના ‘સાહસ’નું પરિણામ છે. કેન્દ્રીય મંત્રી ‘ઇન્ડિયા ટુડે કોન્ક્લેવ’માં બોલી રહ્યા હતા. જોકે, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે પાછળથી એ જ કાર્યક્રમમાં કોલેજિયમ સિસ્ટમનો બચાવ કરતા કહ્યું, “દરેક સિસ્ટમ ખામીઓથી મુક્ત નથી, પરંતુ આ આપણે વિકસિત કરેલી શ્રેષ્ઠ સિસ્ટમ છે.” તેમણે કહ્યું કે, આ સિસ્ટમનો હેતુ “ન્યાયતંત્રની સ્વતંત્રતાનું રક્ષણ કરવાનો છે, જે એક મૂળભૂત મૂલ્ય છે”. ભારતમાં લોકશાહીની સ્થિતિ પર લંડનમાં કરવામાં આવેલી તેમની તાજેતરની ટિપ્પણી પર કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર પ્રહાર કરતા રિજિજુએ કહ્યું કે, જે વ્યક્તિ સૌથી વધુ બોલે છે તે, કહે છે કે, તેને બોલવાની મંજૂરી નથી. રિજિજુએ આરોપ લગાવ્યો, “ભારતની અંદર અને બહાર ભારત વિરોધી શક્તિઓ એક જ ભાષાનો ઉપયોગ કરે છે કે, લોકશાહી ખતરામાં છે, ભારતમાં માનવ અધિકારો અસ્તિત્વમાં નથી. રાહુલ ગાંધી પણ એ જ ભાષા વાપરે છે, જે આ ભારત વિરોધી ગેંગ કહેતી આવી છે.” રિજિજુએ કહ્યું કે, “એક જ ઇકોસિસ્ટમ ભારતની અંદર અને બહાર કામ કરી રહી છે. અમે આ ‘ટુકડે ટુકડે ગેંગ’ને અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વને નષ્ટ કરવા નહીં દઈએ.અને સેમિનારની થીમ ‘જજોની નિમણૂકમાં જવાબદારી’ હતી. તેમણે કહ્યું, “આખો દિવસ ચર્ચા હતી કે સરકાર કેવી રીતે ન્યાયતંત્રને પોતાના નિયંત્રણમાં લઈ રહી છે.” કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, તેઓ ભારતના વર્તમાન મુખ્ય ન્યાયાધીશ, ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશો અને સુપ્રીમ કોર્ટના તમામ ન્યાયાધીશો સાથે ઉત્તમ સંબંધ ધરાવે છે. રિજિજુએ કહ્યું, “નિવૃત્ત ન્યાયાધીશોમાં – સંભવતઃ ત્રણ કે ચાર ન્યાયાધીશો અને કેટલાક કાર્યકર્તાઓ છે, જેઓ ભારત વિરોધી ગેંગનો ભાગ છે – આ લોકો ભારતીય ન્યાયતંત્રને વિરોધી પક્ષની ભૂમિકા ભજવવાનો પ્રયાસ કરી રહ્યા છે.” તેમણે કહ્યું, “કેટલાક લોકો કોર્ટમાં પણ જાય છે, અને કહે છે કે, કૃપા કરીને સરકાર પર લગામ લગાવો, કૃપા કરીને સરકારની નીતિ બદલો. આ લોકો ઇચ્છે છે કે, ન્યાયતંત્ર વિરોધ પક્ષની ભૂમિકા ભજવે, જે શક્ય નથી.” તેમણે કહ્યું કે, ન્યાયતંત્ર તટસ્થ છે. તેમણે કહ્યું, “ન્યાયાધીશો ન તો કોઈ ગ્રુપનો ભાગ છે, ન તો તેઓ કોઈ ગ્રુપ સાથે કોઈ રાજકીય જોડાણ ધરાવે છે. આ લોકો ખુલ્લેઆમ કેવી રીતે કહી શકે કે, ભારતીય ન્યાયતંત્રએ સરકાર સાથે રૂબરૂ હોવું જોઈએ. આ કેવો પ્રચાર છે.” આવા તત્વો પર શું કાર્યવાહી થશે?.. તે વિષે જાણો.. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું આવા તત્વો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી છે, તો તેમણે કહ્યું કે, ” કાર્યવાહી કરવામાં આવશે, કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે. કોઈ છટકી શકશે નહીં. ન્યાયાધીશોની નિમણૂકના મુદ્દે રિજિજુએ કહ્યું કે, ન્યાયાધીશોની નિમણૂકની શરૂઆત કરવામાં અને તેને અંતિમ સ્વરૂપ આપવામાં ન્યાયતંત્રની કોઈ ભૂમિકા નથી. તેમણે કહ્યું, “આ માત્ર કોંગ્રેસ પાર્ટીની ભૂલોને કારણે થયું અને બાદમાં સુપ્રીમ કોર્ટે એવી રીતે કામ કરવાનું શરૂ કર્યું જેને કેટલાક લોકો ન્યાયિક અતિક્રમણ કહે છે. તે પછી કોલેજિયમ સિસ્ટમ અસ્તિત્વમાં આવી. તેમણે કહ્યું કે, પરંતુ અત્યારે સરકારની સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે કે કોલેજિયમ સિસ્ટમ અમલમાં છે. તેમણે કહ્યું, “જ્યાં સુધી નવી સિસ્ટમ લાગુ નહીં થાય ત્યાં સુધી અમે કોલેજિયમ સિસ્ટમને અનુસરીશું, પરંતુ ન્યાયિક આદેશ દ્વારા ન્યાયાધીશોની નિમણૂક કરી શકાતી નથી. તે સંપૂર્ણ રીતે વહીવટી (નિર્ણય) છે.”

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article14 વર્ષની છોકરી બોલી મારી મરજીથી બાંધ્યા છે સેક્સ સંબંધો : હાઈકોર્ટે આ કેસમાં છોકરા સામે POCSO એક્ટ હેઠળ આરોપો ઘડ્યા
Next articleRSS ની ચોપડી વાંચીને રાજકારણ શીખ્યા છે ઈમરાન ખાન’ : પાકિસ્તાનના PM નો આક્ષેપ