Home દેશ - NATIONAL નિર્મલા સીતારમણે વીમા કંપનીઓને ક્લેમનું ફટાફટ નિકાલ કરવા કહ્યું

નિર્મલા સીતારમણે વીમા કંપનીઓને ક્લેમનું ફટાફટ નિકાલ કરવા કહ્યું

37
0

(GNS),15

અરબ સાગરમાંથી ઉઠી રહેલા ચક્રવાતી તોફાન બિપોરજોયને લઈને સરકાર દરેક મોર્ચે તૈયારી કરી રહી છે. ગુજરાત તટ તરફથી આગળ વધી રહેલા અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન આજે કચ્છના જખૌ બંદર નજીક ટકરાશે. તેને લઈને સુરક્ષાની કડક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જો કે, તેમ છતાં પણ જાનમાલના નુકસાનનો ખતરો રહેલો છે. આ દરમ્યાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બુધવારે જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓનેના મેનેજમેન્ટ સાથે તોફાનને લઈને એક સમીક્ષા બેઠક કરી હતી. જેમાં વીમા કંપનીઓને ક્લેમનું ફટાફટ નિકાલ કરવા માટે કહેવામાં આવ્યું છે. તો વળી ચક્રવાતથી પ્રભાવિત ક્ષેત્રોમાં કર્મચારીઓની સુરક્ષાને લઈને બેન્કોને પાક્કી વ્યવસ્થા કરવા માટે કહેવામાં આવ્યું છે. તોફાનની ચેતવણી જાહેર થયા બાદ સામાન્ય લોકો અને માછીમારોને સુરક્ષિત સ્થાન તરફ મોકલી દેવામાં આવ્યા છે. તેમ છતાં પણ તટ પર રહેલી હોડી, ખેતરમાં ઊભો પાક અને ઢોર તતા અન્ય પશુધનને નુકસાન પહોંચવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

નાણા મંત્રાલયે ટ્વિટ કર્યું છે કે, નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, જીવન, મત્સ્ય પાલન, પશુધન, પાક, હોડી અને સંપત્તિના નુકસાનને સામે આવતા ક્લેમનું ફટાફટ નિવારણ લાવવું જોઈએ. બેઠક દરમ્યાન નિર્મલા સીતારમણે કહ્યું કે, તમામ આપદા નિયમોનું પાલન કરવાની સાથે સાથે કર્મચારીઓને તેના વિશે જાગૃત કરવા જોઈએ. બેન્કો અને વીમા કંપનીઓએ એ નક્કી કરવું જોઈએ કો, બિપોરજોય ચક્રવાત દરમ્યાન કર્મચારીઓની યોગ્ય દેખરેખ, ભોજન અને દવા મળે. બેઠકમાં બેન્કો અને વીમા કંપનીઓના એમડીએ બિપોરજોય ચક્રવાતને ધ્યાને રાખી સાવધાનીના ઉપાયો વિશે વિસ્તૃત જાણકારી આપવી જોઈએ.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleનિફ્ટી ફયુચર ૧૮૬૦૬ પોઈન્ટ મહત્વની સપાટી…!!!
Next articleદરરોજ ગંગા આરતી કરનારા વિભુએ નીટની પરીક્ષા પાસ કરી