Home હર્ષદ કામદાર નિરસ વાઇબ્રન્ટ ગુજરાત-2019: આજનું પરફોર્મન્સ પણ નિસ્તેજ, આમ કેમ મોદીજી…?

નિરસ વાઇબ્રન્ટ ગુજરાત-2019: આજનું પરફોર્મન્સ પણ નિસ્તેજ, આમ કેમ મોદીજી…?

657
0

(જી.એન.એસ., હર્ષદ કામદાર) તા.18
ગુજરાતમાં 2003થી શરૂ કરીને 2017 સુધીના વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આટલી નિરસતા અને જાણે કે પરાણે સમિટ કરવાની ફરજ પડી હોય તેમ આ વખતની સમિટમાં આજે પ્રથમ દિવસે જોવા મળ્યું અને મિડિયા સહિતના સમિટમાં નિયમિત આવતા કેટલાક પરિબળો દ્વારા પણ એવી જ લાગણી જોવા મળી કે આ સમિટમાં તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધનમાં પણ જોમ-જુસ્સો અને ધમધમાટ નહોતો. આવું કેમ થયું…તેના સવાલો સમિટ સ્થળે ચર્ચાયા હતા. 9મી સમિટમાં એક તો વક્તાઓની સંખ્યા ખૂબ વધારે હતી. મોટા ભાગનું સંબોધન અંગેજીમાં તેથી શ્રોતાઓમાં કંટાળો જોવા મળ્યો. ધૂરામાં પૂરૂ જેમણે આ વાયબ્રન્ટ સમિટનો પાયો નાંખ્યો તે વડાપ્રધાનની સ્પીચ પણ નિરસ અને હોલમાં તાળીઓનો ગડગડાટ છવાઇ જાય તેવું આ વખતે જોવા ના મળ્યું. વડાપ્રધાન હોલમાં પ્રવેશ્યા અને મંચ પર બેઠા ત્યાં સુધી તેમના ટેકેદાર શ્રોતાઓ દ્વારા કોઇ તાળીઓથી વધામણાં ના થયાં. મોદી સંબોધન માટે ઉભા થયા ત્યારે કેટલાક ટેકેદારોએ ભારત માતા કી જય અને વંદે માતરમ્ ના સૂત્રો પોકાર્યા હતા. મોદીના સંબોધન, ડ્રેસિંગ વગેરે પર બારિક નદર રાખનારાઓને પણ મોદીના આજના ડ્રેસિંગથી નવાઇ લાગી હતી. તેમણે અગાઉની જેમ કોઇ રંગીન કોટી કે ઝગમગાટ વાળા વસ્ત્રો કેમ ધારણ ના કર્યા તેની પણ ઘણાંને નવાઇ લાગી હતી. સમિટમાં દેશ-વિદેશના મહાનુભાવો પધાર્યા હોય ત્યારે પોતાના ડ્રેસિંગ બાબતે સજાગ અને ધ્યાન આપનાર વડાપ્રધાન મોદીનું આજનું પરફોર્મન્સ પણ નિસ્તેજ જોવા મળ્યું હતું.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleવાયબ્રન્ટ ગુજરાતઃ રોશનીની ભવ્યતા માટે પ્રદુષણના ભરડામાં પાટનગર….!?
Next articleવાયબ્રન્ટ ગુજરાતઃ રૂ.૨૫૦ થી રૂ.ચાર હજારની ડીસનું જમણ, સચિવોના પરિવારોને ખાસ સુવિધા…!!