રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૯.૦૪.૨૦૨૩ ના રોજ…..
BSE સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે BSE સેન્સેક્સ આગલા બંધ ૫૯૭૨૭.૦૧ સામે ૫૯૭૪૫.૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૫૯૪૫૨.૭૨ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… દિવસ દરમ્યાન સરેરાશ ૨૯૩.૧૭ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૫૯.૨૧ પોઈન્ટના ઘટાડા સાથે ૫૯૫૬૭.૮૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૭૧૨.૩૫ સામે ૧૭૭૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૧૭૬૨૨.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૮૮.૮૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૬૨.૭૦ પોઈન્ટના ઘટાડા સાથે ૧૭૬૪૯.૬૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
આજે સપ્તાહના ત્રીજા દિવસે અમેરિકામાં યૂએસ ફેડ દ્વારા વ્યાજદર વધારાની શક્યતા વચ્ચે આજે સવારથી જ ભારતીય બજારમાં નરમાઈ જોવા મળી હતી ઉપરાંત કેન્દ્ર સરકાર ઉચ્ચ શ્રીમંત વર્ગ પર ઊંચો કેપિટલ ગેઈન ટેક્ષ લાદી વધતી જતી આર્થિક અસમાનતા પર અંકુશ લાવવા વિચારી રહ્યાના અહેવાલને પગલે સતત ત્રીજે દિવસે ભારતીય શેરબજારનું સેન્ટીમેન્ટ ડહોળાયેલું રહેતા બીએસઈ સેન્સેક્સ ૧૫૯ પોઈન્ટ અને નિફટી ફ્યુચર ૬૨ પોઈન્ટ ઘટીને બંધ રહ્યા હતા. આજે એચસીએલ ટેકનોલોજીના શેરોમાં ૨.૩૦% નો ઘટાડો જોવાયો હતો. જયારે બીપીસીએલના શેરોમાં સૌથી વધુ ૨.૩૯% નો ઉછાળો જોવા મળ્યો હતો.
શરૂઆતી તબક્કામાં શેરોમાં કવરિંગ સાથે વેલ્યુબાઈંગે અને અન્ય ફ્રન્ટલાઈન-હેવીવેઈટ શેરોમાં આકર્ષણે બજારે મજબૂતાઈ બતાવી હતી, જો કે વધ્યામથાળેથી ફંડોના પ્રોફિટ બુકિંગે ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો. ચાઈનાની વૃદ્વિના સારા આંકડા છતાં એશીયા, યુરોપના બજારોમાં સાવચેતી જોવા મળી હતી. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સામે સ્મોલ કેપ શેરોમાં લેવાલી છતાં રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૦.૮૦ લાખ કરોડ ઘટીને રૂ.૨૬૫.૧૬ લાખ કરોડ રહ્યું હતું.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૧૮% ઘટીને અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૨% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર મેટલ, હેલ્થકેર, ઓઈલ એન્ડ ગેસ, રિયલ્ટી, એનર્જી અને ઓટો શેરોમાં લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૭૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૭૦૧ અને વધનારની સંખ્યા ૧૮૧૧ રહી હતી, ૧૨૨ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો.
બજારની ભાવિ દિશા….
મિત્રો, કોરોના મહામારીના કપરાકાળમાંથી ઝડપથી ઉબરીને હવે મોંઘવારી સામે પણ મક્કમ લડત આપીને ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી મજબૂત અને સૌથી ઝડપથી અર્થવ્યવસ્થા તરીકે પોતાને પ્રસ્થાપિત કરવા સજ્જ છે તેમ વૈશ્વિક સંસ્થા ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે તાજેતરના રિપોર્ટમાં જણાવ્યું છે, ત્યારે આગામી દિવસોમાં દરેક ઘટાડે ખરીદી વધવાની અપેક્ષા છે. અમેરિકા, યુરોપની બેંકિંગ કટોકટીની આઈટી ઉદ્યોગ પર અપેક્ષિત નેગેટીવ અસર ક્ષણિક નીવડી બજાર આંચકા પચાવી ફરી રિકવરીના પંથે આગળ વધવાની ધારણા છે.
પાછલા નાણા વર્ષમાં અનેક પડકારો વચ્ચે વૈશ્વિક બજારો સાથે ભારતીય શેરબજારમાં આવેલા મોટા કરેકશનમાં ઘણા સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરો આકર્ષક વેલ્યુએશને ઉપલબ્ધ થતાં ફંડો, ઈન્વેસ્ટરોનું વેલ્યુબાઈંગ શરૂ થતું જોવાયું છે. ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અથડાતી ચાલની શકયતા વચ્ચે આગામી દિવસોમાં સ્મોલ, મિડ કેપ શેરોમાં તેજીનો ચળકાટ વધતો જોવાઈ શકે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.