Home દુનિયા - WORLD નિત્યાનંદ અને તેમના શિષ્યોએ બોલિવિયામાં આદિવાસીઓની જમીન છેતરપિંડીથી ખરીદી

નિત્યાનંદ અને તેમના શિષ્યોએ બોલિવિયામાં આદિવાસીઓની જમીન છેતરપિંડીથી ખરીદી

24
0

વિવાદીત, સ્વ-ઘોષિત ધાર્મિક ગુરુ નિત્યાનંદ ફરી એકવાર ચર્ચામાં

(જી.એન.એસ) તા. 25

બોલિવિયા,

વિવાદીત, સ્વ-ઘોષિત ધાર્મિક ગુરુ નિત્યાનંદ પોતાના દ્વારા સ્થપાયેલા દેશ કૈલાશની સીમાઓ વિસ્તારવા માંગે છે. આ માટે તેઓએ દક્ષિણ અમેરિકાના બોલિવિયા પર દાનત બગાડી છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નિત્યાનંદ અને તેમના શિષ્યોએ બોલિવિયામાં આદિવાસીઓની 4.8 લાખ હેક્ટર જમીન છેતરપિંડીથી ખરીદી લીધી છે.

આ સમગ્ર મામલે સૂત્રો થકી પ્રાપ્ત માહિતી મુજબ એવો આરોપ છે કે નિત્યાનંદ અને તેના શિષ્યોએ મળીને બોલિવિયામાં 4 લાખ 80 હજાર એકર સરકારી જમીન ટ્રાન્સફર કરી અને તેને પોતાના નામે કરી દીધી. આ જમીન 1000 વર્ષ માટે લીઝ પર લેવામાં આવી હતી. જમીન માટે લીઝની રકમ તરીકે રૂ. 8.96 લાખ/વર્ષ, માસિક રકમ તરીકે રૂ. 74,667 અને દૈનિક રકમ તરીકે રૂ. 2,455 આપવાનો પ્રસ્તાવ હતો. બોલિવિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું કે બોલિવિયા “યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ કેલાઈસ” તરીકે ઓળખાતા કહેવાતા રાષ્ટ્ર સાથે રાજદ્વારી સંબંધો જાળવી રાખતું નથી કારણ કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં તેમને કોઈ અન્ય દેશ દ્વારા રાજ્ય તરીકે માન્યતા આપવામાં આવી નથી.

એક રિપોર્ટ અનુસાર, જમીન અધિગ્રહણ કરવા માટે કૈલાશના પ્રતિનિધિઓ ઘણા મહિનાઓ સુધી બોલિવિયામાં હાજર રહ્યા. જમીનનો કબજો લેવા માટે સ્થાનિક આગેવાનોની મદદ લેવામાં આવી હતી. ડીલ ફાઈનલ થયા બાદ નિત્યાનંદની ટીમે લોકો પાસેથી એગ્રીમેન્ટ પણ મેળવ્યું હતું. જોકે, તેના સમાચાર તરત જ સ્થાનિક મીડિયામાં લીક થઈ ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે મીડિયામાં સમાચાર આવ્યા બાદ નિત્યાનંદ અને તેમના શિષ્યોએ સ્થાનિક પત્રકારોને પણ ધમકી આપી હતી, પરંતુ જ્યારે સરકાર પર દબાણ વધ્યું તો તેણે નિત્યાનંદની આખી ડીલ રદ કરી દેવામાં આવી હતી.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field