(જી.એન.એસ) તા.૩૧
અમદાવાદ,
નારોલમાં છૂટાછેડા માટે પતિના ત્રાસથી કંટાળીને પત્નીએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પતિ ટ્રેનમાં દિલ્હી ખાતે નોકરી કરતો હતો. એટલું જ નહિ પતિ બારમાં જઇને દારુ પીને બારગર્લ સાથે ઐયાશી કરતો હતો. પત્નીએ મોબાઇલ ચેક કરતા બારગર્લના અને અન્ય યુવતીઓના ફોટા મળતા ભાંડો ફૂટતા મારઝૂડ કરી હતી. બીજીતરફ પડોશી પ્રેમીને આપેલા રૃા. ૮૦ હજાર પરત માંગતા તેની સાથે પણ તકરાર થઇ હતી તેણે પણ વાતચીતનું રેકોડિંગ પતિને મોકલી આપતાં પતિ છૂટાછેડા માટે દબાણ કરીને ત્રાસ આપતો હતો. જેથી કંટાળીને પત્નીએ ફિનાઇલ પીધું હતું.આ બનાવ અંગે નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નારોલમાં રહેતી ૩૪ વર્ષની મહિલાએ નારોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે તેના લગ્ન ૧૧ વર્ષ પહેલા મધ્યપ્રદેશના યુવક સાથે થયા હતા. પતિ ટ્રેનની પેન્ટ્રીમાં કામ કરતો હોવાથી પુત્રીના જન્મ બાદ પતિ દિલ્હી નોકરી કરવા જતો રહ્યો હતો અને બે-ત્રણ મહિને આવતો હતો. જ્યારે પતિ દિલ્હીમાં બારમાં દારુ પીને બારગર્લ સાથે સંબંધ રાખતો હતો અને ઘરે જતો ન હતો. જેથી પરિણીતાએ સાસરિયાઓને આ અંગે જાણ કરી પરંતુ પતિ કોઇનું માનતો ન હતો અને વધુ ત્રાસ આપીને રૃપિયા આપતો ન હતો ચાર મહિના પહેલા પતિ ઘરે આવ્યો હતો તે સમયે ફરિયાદી મહિલાએ મોબાઇલ ચેક કરતા બારગર્લ અને અન્ય યુવતીઓના ફોટા જોવા મળતા પતિને પૂછતા ઝઘડો કરીને મારીનેં પરત જતો રહ્યો હતો. બીજીતરફ પત્નીને પાડોશી યુવક સાથે આંખ મળી જતા તેને પણ મહિલા પાસેથી ટુકડે-ટુકડે રૃા. ૮૦ હજાર લીધા હતા. જે પરત માંગતા યુવકે પરિણીતાના પતિને ફોનનું રેકોડગ મોકલી દીધુ હતું જેના કારણે પતિએ છૂટાછેડા લેવાની જીદ પકડી હતી તેમજ તે રેકોડગ પતિએ પરિણીતાના પિયરવાળાને મોકલીને હેરાન કરતો હતો. જેથી કંટાળીને તા. ૯ ડિસેમ્બરે પરિણીતાએ ફીનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.