Home ગુજરાત ‘નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણી: મોહનભાઈ કુંડારિયા બિનહરીફ ચૂંટાયા  

‘નાફેડ’ના ડાયરેક્ટરની ચૂંટણી: મોહનભાઈ કુંડારિયા બિનહરીફ ચૂંટાયા  

33
0

(જી.એન.એસ) તા. 15

અમદાવાદ,

નેશનલ એગ્રિકલ્ચર કો-ઓપરેટિવ ફેડરેશન ઓફ ઈન્ડિયા એટલે કે ‘નાફેડ’ ના ડાયરેક્ટરની ચૂંટણીમાં મોહન કુંડારિયા બિનહરીફ ચૂંટાઈ ગયા છે. નાફેડની ચૂંટણીમાં ચારેય ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા મોહન કુંડારિયા બિન હરીફ થયા છે. 21 મેના રોજ નાફેડની સાધારણ સભા અને જરૂર પડ્યે ડાયરેક્ટર પદની ચૂંટણી યોજાવાની હતી. આ સમયે ઇફકોની ચૂંટણી જેમ જ પુનઃ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતુ કારણ કે નાફેડમાં ડિરેક્ટરની એક જ પોસ્ટ માટે ભાજપના જ સાત લોકોએ ઉમેદવારી નોંધાવી હતી પણ ચારેય ઉમેદવારોએ કુંડારિયાને સમર્થન આપ્યુ છે. તમામ ચારેય ઉમેદવારો અમરત દેસાઈ, મહેશ પટેલે, મગન વડાલિયાએ ફોર્મ પરત ખેંચ્યા છે.

આ દાવેદારીમાં મોહન કુંડારિયા, ગાંધીનગરના જેઠા ભરવાડ, આણંદના તેજસ પટેલ, બનાસકાંઠાના અમૃત દેસાઇ, કપડવંજના જસવંત પટેલ, મોરબીના મગન વડાવિયા અને હિંમતનગરના મહેશભાઇએ ઉમેદવારી નોંધાવી હતી. મંગળવારે 15મી મેના રોજ ઉમેદવારી પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. નોંધનીય છે કે, ઈફ્કોની ડાયરેક્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા હતા.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleમાવઠાએ તો ભારે કરી!! છેલ્લા 24 કલાકમાં 118 તાલુકામાં 3 ઇંચ સુધી વરસાદ ખાબક્યો
Next articleએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ઝારખંડ સરકારના મંત્રી આલમગીર આલમની પૂછપરછ બાદ ધરપકડ