Home દેશ - NATIONAL દિલ્હી - નવી દિલ્હી નાણા રાજ્યમંત્રીએ જૂની પેન્શન યોજનાને લાગૂ કરવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો

નાણા રાજ્યમંત્રીએ જૂની પેન્શન યોજનાને લાગૂ કરવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો

72
0

કેન્દ્ર સરકારે કેટલાક રાજ્યો તરફથી જૂની પેન્શન યોજના લાગૂ કરવાની જાહેરાત પર સોમવારે લોકસભામાં પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. નાણા રાજ્યમંત્રી ડો.ભાગવત કરાડે સોમવારે અસદુદ્દીન ઓવૈસીના સવાલ પર લેખિત જવાબ આપ્યો. નાણા રાજ્યમંત્રીએ પોતાના જવાબમાં જૂની પેન્શન યોજનાને લાગૂ કરવાનો સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો છે. તેમણે પોતાના લેખિત જવાબમાં કહ્યું કે સરકારનો જૂની પેન્શન યોજના લાગૂ કરવાનો કોઈ વિચાર નથી. ભાગવત કરાડે કહ્યું કે અનેક રાજ્યોએ જૂની પેન્શન યોજના (OPS)ને લાગૂ કરવા માટે પોતાના સ્તર પર નોટિફિકેશન બહાર પાડ્યા છે. આવામાં સરકાર એ સ્પષ્ટ કરવા માંગે છે કે NPS ના પૈસા વાપસીની કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી.

નાણા રાજ્યમંત્રીનો આ જવાબ હાલના સમયમાં ખુબ મહત્વનો મનાય છે કારણ કે તાજેતરમાં છત્તીસગઢ, ઝારખંડ, રાજસ્થાન અને પંજાબ સરકારે રાજ્ય કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના બહાલ કરવાની જાહેરાત કરી કરી દીધી છે. AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ લોકસભામાં રાજ્ય સરકારો તરફથી જૂની પેન્શન યોજનાને બહાલ કરવા પર સવાલ કર્યો. તેમણે પૂછ્યું કે શું આ સરકારોએ રાષ્ટ્રીય પેન્શન સ્કીમ (NPS)ના પૈસાને પાછા કરવાની ડિમાન્ડ કરી છે. તેમણે સરકારને સ્થિતિ સ્પષ્ટ કરવાની વાત કરી અને પૂછ્યું કે શું સરકાર નજીકના ભવિષ્યમાં જૂની પેન્શન યોજના લાગૂ કરવાનું વિચારી રહી છે? ઓવૈસીના સવાલો પર નાણા રાજ્યમંત્રી ભાગવત કરાડે લેખિતમાં જવાબ આપ્યો.

ભાગવત કરાડે સરકારનો પક્ષ સ્પષ્ટ કરતા કહ્યું કે રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢ સરકારે આ અંગે કેન્દ્ર સરકાર/PFRDA ને પોતાના નિર્ણય અંગે સૂચિત કર્યા હતા. પંજાબ સરકારે 18 નવેમ્બર 2022ના રોજ જૂની પેન્શન યોજનાની બહાલી અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતું. રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢની સરકાર તરફથી એનપીએસના પૈસાને પાછા કરવા અંગે પ્રપોઝલ મોકલવામાં આવી છે. પરંતુ પંજાબ સરકાર તરફથી આવો કોઈ પત્ર મળ્યો નથી. તેમણે જણાવ્યું કે રાજસ્થાન, ઝારખંડ, અને છત્તીસગઢ સરકારને સૂચિત કરી દેવાઈ છે કે NPS ના પૈસા પાછા કરવાની કોઈ જોગવાઈ નથી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous article21 વર્ષ પહેલા. 13 ડિસેમ્બર, 2001એ ભારતની લોકશાહી મંદિર સંસદભવન પર થયો હતો હુમલો
Next articleપ્રધાનમંત્રી મોદી પર ટિપ્પણી કરનાર કોંગ્રેસ નેતા રાજા પતેરીયાની ધરપકડ કરાઈ