GNS,20
હાલમાં દુનિયાભરમાં આવેલી નવી ટેક્નોલોજી AIને લઇને ચિંતાનો માહોલ છે. નવી ટેક્નોલોજી બાબતે ખુદ યુએનએસસી પણ ચિંતિત હોવાનું સામે આવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર નવી ટેકનોલોજી એઆઇને લઇને ઉભી થનાર નવી મુશ્કેલીઓને પગલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મિટીંગ મળી હતી. આ બેઠકમાં યુએનએસસી ચીફે કહ્યું કે આ આગામી સમયમાં AI સાયબર હુમલા, ડીપફેક, અપપ્રચાર અને નફરતને પ્રોત્સાહન આપી શકે છે, જેથી એઆઇ આગામી સમયમાં વિશ્વભરમાં અશાંતિ અને અસુરક્ષા ઉભી કરી શકે છે.
તો વધારેમાં એન્ટોનિયો ગુટેરેસ કે જેઓ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ તેમનું કહેવું છે કે નવી ટેકનોલોજી એઆઇ મીડિયા અને સોશિયલ મીડિયાના વિકાસ અર્થે સંશોધિત કરાઇ છે. પરંતુ, આ ટેક્નોલોજી થકી સમાજમાં નવા દુષ્પ્રચારનું કારણ બની શકે છે. આ ટેકનોલોજી દેશમાં થતી ચૂંટણીઓમાં અપપ્રચાર, અને સમાજમાં દુષણોના પ્રચારનું માધ્યમ બની શકે છે. તો વધારેમાં ગુટેરેસે ઉમેર્યું છેકે આ નવી ટેકનોલોજીમાં અનેક ખામીઓ છે. જે ચિંતાનો વિષય છે. આ સાથે આ ટેકનોલોજી દેશની સુરક્ષા અને હથિયારો અને બાયોટેકનોલોજી જેવા વિષયોને પણ અસરકર્તા સાબિત થઇ શકે છે. જેની વિશ્વભરમાં આગામી સમયમાં ખુબ જ ખરાબ અસર થવાની સંભાવનો પણ તેમણે વ્યક્ત કરી છે.
નોંધનીય છેકે સુરક્ષા પરિષદની આ બેઠક બ્રિટન દ્વારા બોલાવવામાં આવી હતી. જેમાં 15થી વધારે સભ્ય દેશોએ ભાગ લીધો હતો. આ દરમિયાન UNSC સંબોધનમાં ચીફ ગુટેરેસે જણાવ્યું હતું કે નવી ટેકનોલોજી બાબતે નજીકના ભવિષ્યમાં ઉચ્ચ સ્તરીય બેઠક પણ યોજવામાં આવશે. જેમાં નવા એજન્ડા પર નવી પોલિસી બ્રીફિંગ પણ આપવામાં આવશે, જે સભ્ય દેશોને AI ગવર્નન્સ સંબંધિત ભલામણો કરશે. એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે સંયુક્ત રાષ્ટ્ર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર પણ પગલાં લેશે. આ માટે નવા આંતરરાષ્ટ્રીય નિયમો નક્કી કરવામાં આવશે. નવી સંધિઓ, નવી વૈશ્વિક એજન્સીઓની સ્થાપના કરવામાં આવશે. ગત મહિને જીનીવામાં આયોજિત AI ફોર ગુડ સમિટમાં નિષ્ણાતો, ખાનગી ક્ષેત્ર, યુએન એજન્સીઓ અને સરકારો એક મંચ પર આવ્યા હતા. આ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આ અભૂતપૂર્વ ટેકનોલોજી વાસ્તવમાં સામાન્ય હિતમાં કામ કરે છે કે નહીં.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.