Home દેશ - NATIONAL નવા જન્મેલા બાળકનું બર્થ સર્ટિફિકેટની સાથે આધાર કાર્ડની સુવિધા તમામ રાજ્યોમાં શરૂ...

નવા જન્મેલા બાળકનું બર્થ સર્ટિફિકેટની સાથે આધાર કાર્ડની સુવિધા તમામ રાજ્યોમાં શરૂ થશે

40
0

સરકાર આગામી થોડા મહીનામાં દેશના તમામ રાજ્યોમાં નવા જન્મેલા બાળકોના આધાર નંબરની નોંધણીના વ્યાપને વધારવાની યોજના બનાવી રહી છે. તે પછીથી દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં નવા જન્મેલા બાળકોને તેમનું આધાર કાર્ડ તેમન જન્મના પ્રમાણપત્રની સાથે જ મળી જશે. હાલ ભારતના 16 રાજ્યોમાં જ આધાર લિન્ક્ડ જન્મ નોંધણી છે, જે નવા જન્મેલા બાળકોની નોંધણીની સુવિધા આપી રહ્યાં છે.

આ પ્રક્રિયા શરૂ થયાને એક વર્ષથી વધુ સમય થયો છે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં આ સુવિધા શરૂ કરવામાં આવી છે. હવે સરકાર દરેક રાજ્યોમાં આ સુવિધા શરૂ કરવાની યોજના બનાવી રહી છે. અધારા નંબર ઈસ્યુ કરનારી સરકારી એજન્સી ભારતીય વિશિષ્ટ ઓળખ પ્રાધિકરણ(યુઆઈડીએઆઈ)એ જણાવ્યું છે કે બાકીના રાજ્યોમાં પણ જન્મપ્રમાણની સાથે આધાર કાર્ડ બનાવવાનું કામ ચાલુ છે.

આશા છે કે આગામી થોડા મહિનાઓમાં તમામ રાજ્યોમાં આ સુવિધા શરૂ થઈ જશે. જ્યારે બાળકને બર્થ સર્ટિફિકેટ ઈસ્યુ કરવામાં આવે છે, યુઆઈડીએઆઈન સિસ્ટમ સુધી એક મેસેજ પહોંચે છે અને આધાર નોંધણી આઈડી નંબર આવે છે. પછીથી બાળકના ફોટા અને સરનામાની સાથે આધારકાર્ડ પણ ઈસ્યુ કરવામાં આવે છે. ઘણા મામલાઓમાં આધારને નોંધવાની જવાબદારી જન્મ નોંધણી કરનારની પાસે જ હોય છે.

આધારકાર્ડ માટે 5 વર્ષ સુધીના બાળકોનું બાયોમેટ્રિક્સ લેવામાં આવતું નથી. તેનું યુઆઈડી તેના માતા-પિતાના યુઆઈડી સાથે જોડાયેલી માહિતી અને તસ્વીરના આધાર પર પ્રોસેસ કરવામાં આવે છે. બાળક 15 વર્ષનું થાય તે પછીથી તેનું બાયોમેટ્રિક અપડેટ કરવામાં આવે છે. આધાર કાર્ડ દરેક નાગરિક માટે જરૂરી ડોક્યુમેન્ટ છે. 1000થી વધુ રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભા આધાર કાર્ડથી ઓળખ કરીને આપવામાં આવે છે. તેમાંથી લગભગ 650 યોજનાઓ રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવે છે,

જ્યારે 315 કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ બધા જ આધાર બાયોમેટ્રિક પ્રમાણીકરણનો ઉપયોગ કરે છે. કેન્દ્ર સરકારનો ઉદેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે જન્મન સમયે જન્મપ્રમાણ પત્રની સાથે જ આધાર ઈસ્યુ કરવામાં આવે. યુઆઈડીએઆઈ આ અંગે કામ કરી રહ્યું છે. પ્રક્રિયા માટે જન્મ નોંધણીની કમ્પ્યુટરયુક્ત પ્રણાલીની આવશ્યકતા છે.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field