Home રમત-ગમત Sports નવા કાર્યકાળમાં રાહુલ દ્રવિડ કેટલા સમય સુધી કોચ રહેશે?..

નવા કાર્યકાળમાં રાહુલ દ્રવિડ કેટલા સમય સુધી કોચ રહેશે?..

48
0

(જી.એન.એસ),તા.૨૯

BCCI તરફથી જે જાહેરાત કરવામાં આવી છે, તેમાં રાહુલ દ્રવિડ અને તેમની ટીમને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. જો કે આ એક્સટેન્શન કેટલા સમય સુધીનું છે, તે નક્કી નથી. જો આ એક્સટેન્શન 2 વર્ષનું જ છે, ત્યારે એટલુ કહી શકાય કે રાહુલ દ્રવિડની ટીમ ચેમ્પિયન્સ ટ્રોફઈ 2025 સુધી ભારતીય ટીમ સાથે રહેશે. જો કે તેમાં કેટલીક આશંકાઓ પણ છે, કારણ કે થોડા સમય પહેલા જ ચીફ સેલેક્ટર અજિત અગરકરનું નિવેદન સામે આવ્યું હતું કે રાહુલ દ્રવિડની ટીમને ટી20 વર્લ્ડ કપ 2024 સુધી એક્સટેન્શન આપવામાં આવી શકે છે. એટલે કે હજુ તેની પર પુરી રીતે સ્પષ્ટતા મળી નથી. હેડ કોચ રાહુલ દ્રવિડને અત્યાર સુધી તેમના કાર્યકાળમાં ફી તરીકે લગભગ 10 કરોડ રૂપિયા વાર્ષિક મળતા હતા. જ્યારે તેમનો આ કાર્યકાળ પૂર્ણ થયો તો આ પ્રકારની ચર્ચા સાંભળવા મળી કે રાહુલ દ્રવિડ કોઈ આઈપીએલ ટીમની સાથે જોડાઈ શકે છે, એટલે કે તેમની પાસે બે મહિનાના કાર્યકાળમાં જ કરોડો રૂપિયાની ફીથી કમાણી કરવાની તક હતી, જો કે દ્રવિડે ભારતીય ટીમ સાથે જ રહેવાનો નિર્ણય લીધો છે…

જો કે રાહુલ દ્રવિડની ફી પર પણ કોઈ સ્પષ્ટતા મળી નથી. ત્યારે સવાલ એ છે કે શું દ્રવિડ તેટલી ફી સાથે જ ભારતીય ટીમમાં યથાવત રહેશે કે પછી તેમની ફીને વધારવામાં આવી છે. ઘણા રિપોર્ટસમાં દાવો છે કે રાહુલ દ્રવિડને કોચ તરીકે 12 કરોડ રૂપિયા સુધીની ફી મળી રહી છે. જો કે તેની સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી. રાહુલ દ્રવિડનો કાર્યકાળ દ્વિપક્ષીય સિરિઝ અથવા ખેલાડીઓના પરર્ફોમન્સ અને ટ્રાન્ઝિશન તરીકે યોગ્ય રહ્યો પણ તેમનું મુખ્ય લક્ષ્ય હતુ તે ભારતીય ટીમને આઈસીસી ટ્રોફી અપાવવાનું હતું. દ્રવિડના બે વર્ષના કાર્યકાળમાં ભારતીય ટીમની પાસે 3 તક આવી પણ ત્રણેય વખત ટીમ તેનો ફાયદો ના ઉઠાવી શકી. ટી20 વર્લ્ડ કપ 2022, ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ અને વનડે વર્લ્ડ કપ 2023, ત્રણેય વખત ભારતીય ટીમે આઈસીસી ટ્રોફી જીતવાની તક ગુમાવી. ત્યારે હવે જોવાનું રહેશે કે નવા કાર્યકાળમાં રાહુલ દ્રવિડ કયા વિઝન સાથે આગળ વધે છે, કારણ કે ટી20 વર્લ્ડ કપ 2024ની સાથે સાથે હવે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ ભારતીય ટીમની સામે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field