Home દુનિયા - WORLD નવાઝ શરીફ જે વિમાનમાં પાકિસ્તાન આવ્યા તે વિમાનમા ચોરી થઈ

નવાઝ શરીફ જે વિમાનમાં પાકિસ્તાન આવ્યા તે વિમાનમા ચોરી થઈ

24
0

(GNS),23

પાકિસ્તાનમાંથી એક ચોંકાવનારો કિસ્સાનો વીડિયો સામે આવ્યો છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફ 4 વર્ષ બાદ, ગઈકાલ 21 ઓક્ટોબરે પોતાના દેશ પાકિસ્તાન પહોંચ્યા હતા. પરંતુ નવાઝ શરીફ જે ફ્લાઈટમાં લંડનથી દુબઈ થઈને પાકિસ્તાન પહોંચ્યા હતા. તે ફ્લાઈટમાં તેમના પક્ષના એક નેતાનો સામાન ચોરાઈ ગયો હતો. ફ્લાઈટમાં નેતાનો સામાન ગુમ થઈ ગયો હતો અને આખા વિમાનમાં એર હોસ્ટેસે શોધખોળ કરવા છતા ના મળતા આખરે સામાન ચોરાઈ ગયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું..

નવાઝ શરીફની પાર્ટીના નેતાનો સામાન ના મળતા, તેમણે એર હોસ્ટેસને આ અંગે જાણ કરી હતી. એર હોસ્ટેસે સમગ્ર ફ્લાઈટની ચકાસણી કરી હતી. આ દરમિયાન વિમાનમાં કેટલાક મુસાફરોએ એકબીજા સાથે ધક્કામૂક્કી પણ પણ કરી હતી. ચોરાઈ ગયેલા સામાની શોધખોળ કરતી એરહોસ્ટેસ અને ફ્લાઈટમાં ધક્કા મૂક્કી કરતા હોવાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં પરંતુ ઈમરાન ખાનના સમર્થકો પણ ફ્લાઈટમાં બેઠા હતા અને નવાઝ શરીફને જોઈને ઈમરાન ખાનના સમર્થનમાં નારા લગાવવામાં આવ્યા હતા..

નવાઝ શરીફ જે ફ્લાઈટ પાકિસ્તાન આવ્યા તેમાં એક પછી એક અનેક ઘટનાઓ બની હતી. નવાઝ શરીફની પાર્ટીના એક નેતા પણ ફ્લાઈટમાં બીમાર પડ્યા હતા. આ તમામ ઘટનાઓને કારણે ફ્લાઈટ 1 કલાકના વિલંબ બાદ ઈસ્લામાબાદ પહોંચી હતી. જે વ્યક્તિનો સામાન ચોરાયો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું તે નવાઝ શરીફની પાર્ટીના જ નેતા છે. તેઓ PMLN નેતા મલિક નૂર અવાન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમનો સામાન ફ્લાઇટમાં મુસાફરી દરમિયાન ચોરાઈ ગયો હતો.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleપ્રકાશન વિભાગ 75મા ફ્રેન્કફર્ટ પુસ્તક મેળોમાં ભારતીય સાહિત્યનું પ્રદર્શન કરશે
Next articleદેશની 3 મોટી બેંકે ત્રણ મહિનામાં 4740 કરોડ રૂપિયાનો નફો કર્યો