Home ગુજરાત ઉત્તર ગુજરાત નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક : 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક : 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

7
0

(જી.એન.એસ) તા.૧૭

નવસારી,

શ્વાન એક જગ્યાએ બેસીને રહેતો નથી તેથી તેને કાબુ કરવો જરૂરી છે નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા, હાથપગ લોહીલુહાણ કર્યા, સિવિલમાં દર્દીઓની લાઇનનવસારી શહેરમાં હડકાયા કૂતરાઓએ આતંક મચાવ્યો છે. શહેરના ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં એક જ હડકાયા કૂતરાઓએ માત્ર બે દિવસમાં 60 લોકોને બચકા ભર્યા છે. આ ઉપરાંત શહેરના પાંચ હાટડી, વ્હોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર વિસ્તારમાં વધુ 10 લોકો કૂતરાઓના શિકાર બન્યા છે. નવસારી સિવિલ હોસ્પિટલના આંકડા મુજબ છેલ્લા ચાર દિવસમાં શહેરી વિસ્તારમાંથી કૂતરાઓના કરડવાના 70 કેસ નોંધાયા છે. કૂતરાઓએ મોટાભાગે લોકોના હાથપગના ભાગે બચકા ભર્યા છે, જેના કારણે દર્દીઓને સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.આ અંગે ભેસતખાડા વિસ્તારના આગેવાન પિયુષ ઢીમ્મરે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં ભેસતખાડા, ઝવેરી સડક સહિતના પાંચથી વધુ વિસ્તારોમાં 50થી વધુ લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે તેમ છતાં પણ મહાનગરપાલિકા આ મામલે કોઈ પણ કામગીરી હાથ ધરી નથી. વહીવટી તંત્રના અધિકારીઓને આ મામલે જાણ કરી હોવા છતાં પણ તેમનું પેટનું પાણી હલતું નથી. ભૂતકાળમાં નવસારી નગરપાલિકા હતી તે સમયે રસીકરણને લઈને યોજના બનાવવામાં આવી હતી પરંતુ તેનું યોગ્ય ટેન્ડરિંગ ન થતાં આ યોજના પણ પાણીમાં ગઈ હતી. સ્વાન કરડવાના બનાવવામાં ભોગ બનનાર સુલેમાન મયાત જણાવે છે કે, અમારા વિસ્તારમાં છેલ્લા બે દિવસમાં અનેક લોકોને શ્વાન કરડવાના બનાવ સામે આવ્યા છે. અમે આ મામલે મહાનગરપાલિકાના અધિકારીઓને જાણ કરતા તેઓ એકલદોકલ બનાવવામાં આવીને જતા રહ્યા છે, શ્વાન એક જગ્યાએ બેસીને રહેતો નથી તેથી તેને કાબુ કરવો જરૂરી છે. શ્વાન હડકાયો હોવાની અમને શંકા છે, જેથી આ વિસ્તારમાંથી તેને દૂર કરવામાં આવે તેવી અમારી પાલિકાને માંગ છે.નવસારી સિવિલ હોસ્પિટલના RMO વિરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં સિવિલમાં 25થી વધુ લોકોએ સ્વાન કરડવા મામલે સારવાર લીધી છે. સ્વાન કરડવાના કેસમાં વ્યક્તિ દ્વારા તાત્કાલિક જખમો પર પાણી લગાવી સાફ કરવું જોઈએ જેથી તેને હડકવાની બીમારી લાગે નહીં. અમારે ત્યાં શ્વાન કરડાવાને લઈને ઇન્જેક્શન મારી તાત્કાલિક સારવાર કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field