જલાલપોરની હંસગંગા સોસાયટીમાં રહેતા જ્ઞાનદેવ પાટીલ (ઉ.વ. ૫૯) સાંજે દેસાઈ તળાવ કિનારે રાબેતા મુજબ ચાલવા ગયા હતા. રાત્રે સુધી તેઓ ઘરે નહીં આવતા તેમની પત્ની મંગલાબેન પાટીલ અને પાડોશીઓ તેમને શોધવા ગયા હતા.
ચાલવા ગયા ત્યારે જ્ઞાનદેવ પાટીલ ઘરેથી છત્રી લઈ ગયા હતા તે છત્રી તથા પગમાં પહેરેલા ચંપલ નજીક આવેલા દેસાઈ તળાવના કિનારેથી મળ્યા હતા અને તળાવમાં જાેતા જ્ઞાનદેવ ડૂબેલી હાલતમાં નજરે પડ્યા હતા. મૃતકની પત્નીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા.
સોસાયટીમાં રહેતા વિજયભાઇ, કિશોરભાઇ તથા ચિરાગભાઇ ખીમસુરીયાએ ડૂબેલી હાલતમાં તેમને કાઢી સિવીલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકની પત્નીએ જલાલપોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જલાલપોરના હે.કો. મહેન્દ્રસિંહ કલ્યાણસિંહ તપાસ કરી રહ્યાં છે.
નવસારીના દેસાઈ તળાવ પાસે આવેલી હંસગંગા સોસાયટીમાં રહેતા આધેડ સાંજના સમયે દેસાઇ તળાવ પાસે ફરવા જતા પગ લપસી જતા ડૂબી ગયો હતો. જેને બેભાન હાલતમાં હોસ્પિટલમાં લઈ જતા સિવિલ હોસ્પિટલના તબીબોએ મૃત જાહેર કર્યો હતો.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.