Home ગુજરાત નવસારીના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડના દરિયાકાંઠા વિસ્તારમાંથી પોલીસને 30.7 કરોડનું ડ્રગ્સ મળી...

નવસારીના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડના દરિયાકાંઠા વિસ્તારમાંથી પોલીસને 30.7 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું

21
0

(જી.એન.એસ) તા. 16

નવસારી,

ફરી એક વાર રાજ્યના દરિયાકાંઠે થી ડ્રગ્સ મળી આવી છે, ગઈ કાલે મોડી રાત્રે નવસારીના જલાલપોર તાલુકાના ઓંજલ માછીવાડના દરિયા કાંઠા વિસ્તારમાંથી નવસારી પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પ્લાસ્ટિકના કોથળામાં 1180 ગ્રામનું એક એવા 50 હશીશ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા છે. આ પેકેટ ઉપર ઉર્દુ કે ફારસી ભાષામાં ‘અફઘાન આવારા’ લખ્યું હતુ. ચરસને પોલીસે પકડ્યા બાદ તેનું કુલ વજન 60 કિલોથી વધુ થયું છે. આ ચરસની આંતરરાષ્ટ્રીય બજારમાં 30.7 કરોડ રૂપિયાની કિંમત થાય છે. દરિયાકાંઠેથી મળેલ આ હશીશ ડ્રગ્સ દરિયામાં 3થી 4 મહિના સુધી રહ્યું હોવાનું નિષ્ણાતોનું કહેવું છે.

જો કે, પોલીસને હજુ પણ દરિયા કાંઠે ડ્રગ્સ મળવાની આશંકા છે. આ માટે પોલીસ અલગ અલગ 12 ટીમો બનાવીને દરિયા કાંઠામાં શોધખોળ ચાલુ રાખી છે. હાલમાં મળેલા આ ડ્રગ્સ વલસાડ અને સુરત જિલ્લાના દરિયાકાંઠેથી મળેલા ડ્રગ્સમાં સામ્યતા હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ પાકો નિર્ણય FSL રિપોર્ટ બાદ જ ખબર પડશે. અત્યારે પોલીસે આ મુદ્દે જલાલપોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ સમગ્ર મુદ્દે તપાસને વેગ આપી ડ્રગ્સ ક્યાંથી આવ્યુ એની કડી શોધવા મથામણ કરી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગુજરાતી ફિલ્મ ‘કચ્છ એક્સપ્રેસ’ને ત્રણ નેશનલ એવોર્ડ
Next articleએક દર્દીના મૃત્યુ બાદ ડોક્ટર ઉપર પરિવારજનો દ્વારા હુમલો કરવામાં આવતા ડોક્ટરોની હડતાળ