Home ગુજરાત નવસારીના ગણદેવીના સાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું...

નવસારીના ગણદેવીના સાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું હાર્ટ એટેકથી નિધન

25
0

(જી. એન. એસ) તા . 19

નવસારી,

ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેકથી મોતનો સિલસિલો ખુબજ આઘાતજનક રીતે યથાવત છે. ત્યારે નવસારીના ગણદેવીના સાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું છે.ગણદેવી તાલુકાના સાલેજ ગામની પ્રાથમિક શાળાના બુથ ઉપર ફર્નિચરની સુવિધા જોવા ગયા હતા એ દરમિયાન અચાનક ઢળી પડતા તેમને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા,જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કરતા તેમનો પરિવાર તેમજ સ્ટાફના લોકો ભારે શોકમાં ગરકાવ થયા છે.

નવસારીના ગણદેવીના સાલેજ ગામમાં ચૂંટણી ફરજ દરમિયાન બી.પી.બારીયા કોલેજના પ્રાધ્યાપક રાજેન્દ્ર પટેલનું હાર્ટ એટેકથી નિધન થયું હોવાનું સામે આવ્યું છે.પ્રોફેસર રાજેન્દ્ર પટેલ ગણદેવીના સાલેજ ગામમાં બુથ પર ફર્નિચરની સુવિધા જોવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન અચાનક ઢળી પડ્યા, જે બાદ હાજર લોકોએ પ્રોફેસરને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. જો કે સારવાર મળે એ પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું. મૃતક રાજેન્દ્ર પટેલબીપી બારીયા કોલેજમાં ગણિત વિષયમાં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતાં હતાં. પ્રોફેસરના અવસાનથી કોલેજ સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં શોકનો માહોલ છે.

 

 

 

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleજે દેશ આતંકવાદનો સપ્લાયર છે તે આજે લોટ મેળવવા માટે તડપી રહ્યું છે: વડાપ્રધાન મોદી
Next articleભારત સોનાની ચકલી નહીં પણ સોનાનો સિંહ બનીને ઊભું રહેશેઃ રાષ્ટ્રીય સંત સ્વામી ગોવિંદ દેવ ગિરી મહારાજ