(જી.એન.એસ), તા.૧ નવી દિલ્હી,
નવરાત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુબ જ કઠોર કાર્યક્રમ પર રહે છે. હાલમાં તેઓ નવ દિવસના ઉપવાસ પર છે. આ દિવસો દરમિયાન તેઓ માત્ર ગરમ પાણી, દુધ અને જ્યુશ જેવી ચીજોનો જ ઉપયોગ કરે છે. પરંતુ ઉપવાસના ગાળા દરમિયાન પણ તેઓ પોતાના નિયમિત કાર્યક્રમમાં કોઇ ફેરફાર કરતા નથી. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં મોદી ઇન્ફ્રાસ્ટકતર, જસ્ટીસ, ટેકનોલોજી અને અન્ય આધ્યાત્મિક બાબતો સાથે જોડાયેલા રહેનાર છે. આગામી રવિવારના દિવસે મોદી દેશના સૌથી મોટા રોડ ટનલને દેશને સમર્પિત કરનાર છે. જમ્મુથી શ્રીનગરને જોડનાર ચેનાની -નાશરી ટનેલને તેઓ દેશને સમર્પિત કરનાર છે. આ ટનેલના ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ મોદી અન્ય કેટલાક કાર્યક્રમમાં ભાગ લેનાર છે. ટનેલનુ ઉદઘાટન કર્યા બાદ તેઓ ઉધમપુરમાં એક જનસભાને સંબોધન કરનાર છે. ટનેલનુ ઉદઘાટન કર્યા બાદ જમ્મુ કાશ્મીર જતા પહેલા તેઓ અલ્હાબાદ હાઇકોર્ટના ૧૫૦માં સ્થાપના દિવસના પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેનાર છે. આ પહેલા પણ તેમના કેટલાક કાર્યક્રમ રહેલા છે. ચૈત્ર નવરાત્ર દરમિયાન વડાપ્રધાન નવ દિવસ સુધી ઉપવાસ કરે છે. વડાપ્રધાન નવરાત્ર દરમિયાન સંપૂર્ણ ઉપવાસ પર રહે છે. જો કે આ દિવસો દરમિયાન પણ તેઓ સંપૂર્ણ ઉર્જા સાથે તમામ કાર્યક્રમમાં સક્રિય રહે છે. જુદાજુદા કાર્યક્રમમાં આ ગાળા દરમિયાન તેઓ સમય કાઢીને ભાગ લેનાર છે. મોદીના કઠોર પરિશ્રમથી તેમના વિરોધી પણ સાવધાન રહે છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેઓ ખુબ જટિલ કાર્યક્રમ વચ્ચે પણ સક્રિય રહે છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.