નવરાત્રી આવે એટલે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાના રંગમાં રંગાય જાય છે. નવરાત્રી ઉપાસના અને આરાધનાનુ પર્વ છે. આ દિવસોમા દરમિયાન ભક્તો માતાના આરાધનામાં લીન થઈ જાય છે. આ તહેવાર દરમિયાન ભક્તો શાંતિ અને સુખ પ્રાપ્તિ માટે વ્રત અને ઉપવાસ રાખે છે. ચારે તરફ એક અનોખો ભક્તિભાવ જોવા મળે છે. ઘટસ્થાપના, દેવી સ્તુતિ, મધુર ઘંટડીઓના રણકાર, દીવા-બત્તી- ધૂપની સુગંધ, આ નવ દિવસ સુધી ચાલતા આ સાધના ઉત્સવ નવરાત્રિનું જ એક ચિત્ર છે. આપણી સંસ્કૃતિમાં નવરાત્રીના તહેવારનું એક વિશેષ મહત્ત્વ છે.
નવરાત્રીમાં જેટલુ મહત્વ માતાના જુદા જુદા સ્વરૂપોની આરાધના નું છે તેટલુ જ મહત્વ માતાની આરાધના દરમિયાન રાખવામાં આવતા વ્રત અને ઉપવાસનુ પણ છે. ઈશ્વરની પ્રાપ્તિ ત્યારે જ શક્ય બને છે જ્યારે બંને બાબતોની પ્રક્રિયાઓનુ પાલન નિયમ અનુસાર કરવામાં આવે. નવરાત્રીમાં ઈશ્વર પ્રત્યેની ભક્તિ અને અઘ્યાત્મનો સંગમ થતો જોવા મળે છે. આસો મહિનામાં આવતી આ નવરાત્રીમાં નવ દિવસ ગરબા અને રાસ રચાય છે. આ ઉપરાંત રામલીલા, રામાયણ, ભાગવત પાઠ, જેવા ધાર્મિક અનુષ્ઠાનો થાય છે. અને તેથી જ તો નવરાત્રિ દરમિયાન દરેક વ્યકિત એક નવા ઉત્સાહ અને ઉમંગથી ભરેલો જોવા મળે છે.
… ધ્રુમિત ઠક્કર (એજન્સી)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.