Home હર્ષદ કામદાર નવરાત્રી ઉજવણીના ઉત્સાહમાં માસ્ક સહિતના નિયમો ગુમ…..!

નવરાત્રી ઉજવણીના ઉત્સાહમાં માસ્ક સહિતના નિયમો ગુમ…..!

112
0

(જીએનએસ : હર્ષદ કામદાર)

કોરોના અનુસંધાને સરકારે કેટલાક કોરોના નિયમોને આધિન નવરાત્રી ઉજવવાની છૂટછાટ આપતા આમ પ્રજામાં ખુશી વ્યાપી ગઈ છે. તે સાથે રાજ્યભરમાં રાત્રે બારથી સવારના છ વાગ્યા સુધી કર્ફ્‌યુ અમલમાં રાખવામાં આવેલ છે. બીજી તરફ સરકાર દ્વારા જન આશીર્વાદ યાત્રાનું રાજ્યભરમાં આયોજન કરવામાં આવતા રાજ્યભરમાં જન આશીર્વાદ યાત્રાઓ સામાન્ય લોકોના જાેડાયા વગર નીકળી રહી છે. તો જે પ્રકારે પ્રજાકિય આવકાર મળવો જાેઇએ તે મળી રહ્યો નથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે…..! પરંતુ નોંધનીય બાબત એ રહી છે કે જન આશીર્વાદ યાત્રામા કોરોના નિયમોની એસી તૈસી જેવો ઘાટ બની ગયો છે. ત્યારે યાત્રામાં જાેડાયા રાજ્યના નેતાઓ, સ્થાનિક નેતાઓ અને કાર્યકરો સહિતના એક પણ ના મોઢા પર માસ્ક જાેવા મળતાં નથી…કે  જેની અસર સામાન્ય પ્રજા ઉપર પડતી હોય છે. ત્યારે સમજદાર નાગરિકો સવાલ કરી રહ્યા છે કે કોરોના નિયમોનું પાલન માત્ર આમ પ્રજાએજ  કરવાનુ છે….? આ નિયમોથી રાજકીય કાર્યક્રમોને મુક્તિ આપવામાં આવી છે….? જાે કે રાજ્યમાં હવે કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી હોય તેવી સ્થિતિ બની ગઈ છે.રાજ્યમા છેલ્લા ૨૪ કલાકમાં માત્ર ૧૮ નવા કેસ સામે આવ્યા છે અને એક પણ મૃત્યુ થયું નથી જ્યારે ૧૭ લોકો સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ ૮,૨૬,૧૪૧ નોંધાયા અને ૮,૧૫,૮૭૨ સ્વસ્થ થયા છે તથા ૧૮૩ સારવાર હેઠળ છે અને કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૬ નોંધાયો છે. બીજી તરફ દેશ સાથે રાજ્યભરમાં રસીકરણ કાર્ય જાેરશોરથી ચાલી રહ્યું છે અને લોકો ખુદ રસી લેવા જે તે કેન્દ્ર પર દોડી જાય છે, તો તંત્ર દ્વારા જાહેર સ્થળો, ફરવાના સ્થળો અને પ્રવાસ કરનારાઓ માટે રસી લેવી ફરજીયાત કરતા રહી લેનારાઓની સંખ્યા વધી રહી છે. સરકારે હવે નવરાત્રી દરમિયાન બાળકો અને ૫૦ થી વધુ ઉંમરના લોકો માટે રાત્રી દરમ્યાન ધેર બેઠાં રસી આપવાનું અભિયાન શરૂ કરતાં ૧૦૦ ટકા રસીકરણ થવાની શક્યતા બનવા જઈ રહી છે…..!

રાજ્યમાં વડોદરા શહેરમાં ૨૦ સપ્ટેમ્બરથી ૫ ઓક્ટોબર વચ્ચે ૩૩ લોકો કોરોનાની ચપેટમાં આવી ગઈ જેમાં ૨૨ વ્યક્તિ એવી હતી કે જેઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હતા… જે કારણે લોકોમાં રસી બાબતે શંકા પેદા થઈ હતી…..! પરંતુ હવે તે શંકા પણ દૂર થઈ જવા પામી છે. લોકો નવરાત્રી ભારે ઉમંગ અને ઉત્સાહથી ઉજવી રહ્યા છે પરંતુ કોઇના મોઢે માસ્ક દેખાતા નથી કે નથી કોરોના નિયમોનું પાલન થતું. લોકોમાં કોરોનાનો ડર રહ્યો નથી અને એવું પણ સમજી રહ્યા છે કે કોરોના ખતમ થઈ ગયો છે. જાેકે સરકારે કોરોના કાળ પછી છૂટછાટો આપતા ઉદ્યોગો, વેપાર-ધંધા ધમધમવા લાગ્યા છે અને સામાન્ય વર્ગના લોકોના ખીસ્સામાં પૈસા આવતા બજારોમાં ખરીદી નીકળતા બજારોની રોનક પુનઃ ખીલી ઉઠી છે. પરંતુ નવરાત્રી પહેલાની ખરીદીમાં જે તે બજારોમાં મોઢા પર માસ્ક વગરની ભીડ જાેઈને આરોગ્ય તંત્ર અને સમજદાર, જાગૃત લોકોમા દહેશત વ્યાપી ગઈ હતી?. બીજી તરફ મહારાષ્ટ્ર  અને કેરળ રાજ્યમા કોરોના કેસ વધવા લાગ્યા છે અને તેમાં પણ શાળાના વિદ્યાર્થીઓ કોરોના ની ચપેટમા આવતા ચિંતાનો માહોલ ફરી વળેલ.  આ બંને રાજ્યોના લોકો ગુજરાતમાં આવે છે પરંતુ ત્યાંથી આવનારના કોરોના ટેસ્ટ કરવામાં આવતા નથી…..! જે ચિંતાનો વિષય છે. ત્યારે લોકોએ સાવચેત રહેવાની વધુ જરૂર છે કારણ કે હવેના દિવસો ધાર્મિક તહેવારો, ઉત્સવો અને દિવાળી પર્વના આવી રહ્યા છે. માત્ર જાગૃત લોકો જ નહીં પરંતુ રાજકીય સ્તરે પણ નિયમોનું પાલન કરવું આવશ્યક છે કારણ કે આમ પ્રજા પણ તેઓનુ અનુકરણ કરે છે. મતલબ આમ પ્રજામાં પણ તેની અસર થાય…..!

વંદે માતરમ્‌

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleભારતીય શેરબજારમાં યુટિલિટીઝ – ઓટો સેક્ટરની આગેવાની હેઠળ ઐતિહાસિક તેજી તરફી રૂખ યથાવત્…!!
Next articleભારતીય શેરબજારમાં અફડા તફડીના અંતે તેજી તરફી માહોલ યથાવત્…!!