Home ગુજરાત નવરાત્રીના સાતમા દિવસે “કાલરાત્રી” માતાજીની પૂજા કરવામાં આવે છે.

નવરાત્રીના સાતમા દિવસે “કાલરાત્રી” માતાજીની પૂજા કરવામાં આવે છે.

85
0

(જી.એન.એસ)
ધ્રુમિત ઠક્કર

નવરાત્રીમાં સાતમા દિવસે નવદુર્ગા માતાના “કાલરાત્રી” સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. કાલરાત્રી, માં દુર્ગાનું સાતમું સ્વરૂપ, મહાયોગિની મહાયોગીશ્વરી તરીકે પણ ઓળખાય છે. દેવી ખરાબ કર્મોથી લોકોનો નાશ કરશે અને તંત્ર-મંત્રથી પરેશાન ભક્તોનું ભલું કરશે. દેવીની પૂજા કરવાથી રોગ દૂર થાય છે અને શત્રુઓ સામે વિજય મળે છે. ગ્રહોના અવરોધો અને ભયને દૂર કરનારી દેવીની આ દિવસે ખાસ પૂજા કરવી જોઇએ.


એવું કહેવાય છે કે નવરાત્રીના સાતમા દિવસે જે પણ મા કાલરાત્રીની આરાધના કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે. મા કાલરાત્રીની પૂજા કરવાથી ભય અને રોગોનો નાશ થાય છે. તેની સાથે જ ભૂત-પ્રેત, અકાળ મૃત્યુ, રોગ, શોક વગેરે તમામ પ્રકારની તકલીફોમાંથી મુક્તિ મળે છે.
કાલરાત્રી સ્વરૂપ માતાના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. માતાના વાળ લાંબા અને વિખરાયેલા છે. ગળાની માળા વીજળીની જેમ ચમકે છે. માતાની ત્રણ આંખો વિશાળ અને બ્રહ્માંડ જેવી ગોળ છે. માતાના ચાર હાથ છે, જેમાં એક હાથમાં ખડગ એટલે કે તલવાર, બીજામાં લોખંડનું શસ્ત્ર, ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે.
સપ્તમીની રાત્રિને સિદ્ધિઓની રાત કહેવામાં આવે છે અને આ દિવસે તાંત્રિકો દ્વારા દેવીની વિશેષ પૂજા કરવામાં આવે છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleએટલાન્ટામાં એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સમાં થયો ગોળીબાર, 13 વર્ષનો છોકરો ઘાયલ
Next articleઓલિમ્પિક ગેમ્સ 2024ના આયોજકો અને ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓને ત્યાં દરોડા