નવરાત્રીમાં ત્રીજા દિવસે નવદુર્ગા માતાજીના “ચંદ્રઘંટા” રૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે. દેવી માંનું શરીર સોનાની જેમ ચમકે છે અને માં ચંદ્રઘંટા તેમના કપાળ પર અર્ધચંદ્રાકાર ધારણ કરે છે અને તેમના હાથમાં ઘંટ છે, તેથી ભક્તો તેમને માં ચંદ્રઘંટા કહે છે. માતા ચંદ્રઘંટાને દસ હાથ છે, તેમના હાથમાં ઘંટ, કમળ, ધનુષ્ય, બાણ, કમંડળ, તલવાર, ત્રિશુલ અને અન્ય શસ્ત્રો છે. દેવી માતાને સફેદ ફૂલ ચઢાવો અને ભોગ તરીકે ખીર ચઢાવો. સફેદ ફૂલોની માળા માતા રાણીને પ્રિય છે. દેવીને દૂધથી બનેલી સફેદ મીઠાઈ અર્પણ કરવી ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.
માં ચંદ્રઘંટાને પ્રસન્ન કરવા માટે એક હાથમાં ગંગાજળ અને બીજા હાથમાં ઘંટડી લઈને આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો અને ઘંટડી વગાડીને ચંદ્રઘંટાનું આહ્વાન કરો. પછી દેવી માતાનું ધ્યાન કરો અને તેમની સામે દીવો પ્રગટાવો. શાસ્ત્રો અનુસાર લાલ વસ્ત્ર પહેરીને માં “ચંદ્રઘંટાનું” પૂજન કરવાનો નિયમ છે.
..ધ્રુમિત ઠક્કર (એજન્સી)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.