Home ગુજરાત કચ્છ નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા, 400થી વધુ પાટાઓ તૂટી...

નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા, 400થી વધુ પાટાઓ તૂટી જતાં અગરીયાઓને કરોડોનું નુકસાન થયું

8
0

(જી.એન.એસ),તા.22

કચ્છ,

કચ્છ નું નાનું રણ બેટમાં ફેરવાતા અગરીયાઓને કરોડો રૂપિયા નુકસાન થયું. નાના રણમાં નર્મદા કેનાલો ના વધારાના પાણી રણમાં ફરી વળ્યા. અંદાજે રણના 30 કિલોમીટર વિસ્તારોમા નર્મદાના પાણી ભરાતા મીઠું પકાવવા બનાવેલા પાટા તૂટી પાણીમાં તણાયા. પાણી ફરી વળવાના કારણે 400થી વધુ પાટાઓ તૂટી જતાં અગરીયાઓને 2 કરોડથી વધુની રકમનું નુકસાન થયું. રણમાં ફરી વળ્યું નર્મદાનું પાણી. નર્મદા વિભાગની બેદરકારીથી અગરિયાઓને નુકસાન થતા હાલત કફોડી બની. કેનાલમાંથી બેફામ રીતે પાણી છોડાતા કચ્છના નાના રણમાં મીઠાના અગરમાં પાણી ભરાઈ ગયા. મીઠાના અગરમાં ચોમાસાના પાણી ભરાય તેમ પાણી ભરાઈ જતા અગરીયાઓને મોટો ફટકો પડ્યો. ચોમાસાના વરસાદ બાદ અગરીયાઓ ભારે જહેમત કરી જમીન સમથળ બનાવે છે અને મીઠું પકવવા પાળા તૈયાર કરે છે. પરંતુ હાલમાં નર્મદાના કેનાલનું પાણી ફરી વળ્યું. એક અગરીયાએ થતા નુકસાન અંગે જણાવ્યું કે ધ્રાંગધ્રાના ખેડૂતોને રવિ સીઝનમાં ખેતરમાં પાક માટે પાણી આપવામાં આવે છે અને તેના બાદ ખેડૂતો આ પાણીને બકનાળી મારફતે બહાર કાઢે છે. જો કે તંત્ર દ્વારા બકનળી મારફતે કઢાતા પાણીને બંધ ના કરાતા રણમાં ઘૂસ્યા. કુડાના નાના રણમાં અગરીયાઓ દ્વારા મીઠાનો પાક લેવા જે પાટા બનાવવામાં આવ્યા હતા તે પાણીનો પ્રવાહ વધવાના કારણે તૂટી ગયા. અગરીયાનું કહેવું છે કે મીઠું પકવવા માટે તેમને અંદાજે એક લાખ રૂપિયા કરતાં પણ વધુનો ખર્ચ થાય છે. મીઠાના પાક લેવા પાળો બનાવવામાં આવે છે અને ટ્રેકટર, સોલાર સહિતના ઉપયોગ કરાય છે. આટલી લાંબી પ્રક્રિયા બાદ તેઓ મીઠું પકવે છે. ધ્રાંગધ્રા તાલુકાનાં કુડા ગામ નજીક આવેલા કચ્છના નાના રણમાં મીઠાના અગરમાં છેલ્લા એક મહિના કરતા વધુ પણ સમયથી પાણી ભરાયું હોવાની અધિકારીઓને ફરિયાદ કરાઈ છે. મહિના જેટલો સમય થવા છતાં પણ અધિકારીઓ દ્વારા આ મામલે કોઈ કામગીરી થઈ નથી. છેલ્લા ચાર-પાંચેક વર્ષથી આ રીતે અગરીયાના અગરમાં નર્મદાનાં મીઠા પાણી આવે છે અને તેમને મોટા નુકસાનીનો સામનો કરવો પડે છે. સરકાર તરફથી સહાય આપવા અને નર્મદાનાં પાણી અગરમાં આવતા રોકવા માટે નક્કર કામ કરવામાં આવે તેવી અગરીયાઓની વ્યાપક માંગ છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field