ગુજરાત વિધાનસભાની ચુંટણીઓની જાહેરાતો બાદ ગુજરાતમાં મતદારોને લોભ પ્રલોભન આપવા માટે વિદેશી દારૂનો જથ્થો આંતર રાજ્ય બોર્ડરો ક્રોસ કરીને ગુજરાતમાં ઠલવાતો હોય છે. ત્યારે હાલ ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા બૂટલેગરો સક્રિય બન્યા હોવાની પોલીસ તંત્ર પાસે માહિતી આવતાં પોલીસ વિભાગ સતર્ક બન્યું છે. વડોદરા રેન્જ આઈજી સંદીપસિંહ સહિત નર્મદા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બેની સુચના અને માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લા એલસીબી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. ખાંભલાને મળેલ બાતમીના આધારે નર્મદા જિલ્લાના માચ પાટિયા પાસેથી એક ટ્રકને ઝડપી પોલીસે રૂપિયા 23.26 લાખનો વિદેશી દારૂ સહિત ટ્રક મળી કુલ રૂપિયા 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બે આરોપીઓને ઝડપી પાડયા હતાં.
નર્મદા જિલ્લાને અડીને આવેલા મહારાષ્ટ્રની બોર્ડર તરફથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો એક ટ્રક મારફતે ઘુસાડવામાં આવતો હોવાની બાતમી નર્મદા જીલ્લા એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. ખાંભલાને મળી હતી. જેથી તેઓએ તેમના સ્ટાફ સાથે વોચ ગોઠવી હતી અને માંચ પાટિયા પાસે નાકાબંધી કરી હતી. બાતમી અનુસારની ટ્રક આવતાં પોલીસે તેને રોકી તેની તલાશી લેતાં તેમાંથી ઘેંટા-બકરાના ઉનના કંતાનની આડમા સંતાડેલી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેમાં વિદેશી દારૂની 443 પેટીઓ વિવિઘ બ્રાન્ડની જેમાં 6508 નંગ બોટલોની કિંમત રૂ. 23 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આ સાથે ઓકિસ રૂ. 10 લાખની કિંમતના ટ્રક સહિત મોબાઈલ મળી કુલ રૂ. 33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ટ્રક ચાલક સંપટલાલ ભન્વરલાલ જે રાજસ્થાનના કલાલાનો રહેવાસી હોવોનું ખુલ્યું હતું. તેમજ રાજસ્થાનના ક્લીનર નંદકિશોર મોહનલાલ પ્રજાપતિને ઝડપી પાડ્યા હતાં અને તેઓની પૂછપરછ કરતાં આ વિદેશી દારૂનો જથ્થો હરિયાણાના બૂટલેગર જયેશ માલી જે રેવાડી હરિયાણાનો હોવાની કબુલાત કરી હતી. જયેશ માલીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યાં છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.