21 વર્ષ બાદ સ્પેશિયલ કોર્ટે નરોડા ગામ હત્યાકાંડના કેસ માં તમામ આરોપીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. સ્પેશિયલ કોર્ટે આ મામલે ચુકાદો આપ્યો છે. ત્યારે વકીલે જણાવ્યું હતું કે, અંદાજે 1000 પેજનો ચુકાદો હોઈ શકે છે. 2002 નરોડા ગામ હત્યા કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 5 એપ્રિલે ચૂકવણી પૂર્ણ થયા બાદ કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો. આ કેસમાં હવે કોર્ટ આજે ચુકાદો સંભળાવ્યો છે.
આ કેસમાં માયાબહેન કોડનાની, બજરંગ દળના કાર્યકર્તા બાબુભાઈ બજરંગી, વિશ્વ હિન્દુ પરિષદના નેતા જયદીપભાઈ પટેલ અને તત્કાલિન કોર્પોરેટર વલ્લભભાઈ પટેલ સહિત 86 સામે ગુનો નોંધાયો નોંધવામાં આવ્યો હતો. જોકે, તેમાંથી 17 તો ચુકાદો આવે તે પહેલા જ મોત થઈ ગયા છે. જેથી 69 આરોપીઓ સામે કોર્ટ દ્વારા ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો.
આરોપીના વકીલે જણાવ્યુ હતું કે, અત્યંગ સંઘર્ષપૂર્વક જંગ બાદ સત્યનો વિજય થયો છે. જજમેન્ટની કોપી આપી નથી. 15 માર્ચથી દલીલો પૂર્ણ કરી. પાંચ તારીખે સરકારી વકીલે બચાવપક્ષનો જવાબ આપ્યો. આખરે 20 તારીખે ચુકાદો જાહેર કર્યો છે.
વર્ષ 2009માં કોર્ટમાં નરોડા ગામ હત્યાકાંડ કેસની ટ્રાયલ શરૂ થયો હતો. તેમાં તપાસ અધિકારીઓ અને સાક્ષીઓના નિવેદનો નોંધાયા બાદ 2017થી બંને પક્ષ તરફથી દલીલો શરૂ કરવામાં આવતી હતી. આ કેસ પર બંને પક્ષ તરફથી દલીલો 5 એપ્રિલના રોજ પૂર્ણ થઈ હતી. સમગ્ર ટ્રાયલ દરમિયાન ફરિયાદ પક્ષે 187 સાક્ષીઓ રજૂ કર્યા હતા, જેમાં 113 જેટલા પીડિતો અને તેમના સંબંધીઓ, 24 પંચ સાક્ષીઓ, 26 પોલીસકર્મીઓ અને 12 જેટલા ડોક્ટર્સનો સમાવેશ થાય છે. કોલ ડિટેઈલ્સ તથા સ્ટિંગ ઓપરેશનને પણ ફરિયાદી પક્ષે કોર્ટમાં રજૂ કરી આધાર બનાવ્યા હતા. બીજી તરફ બચાવ પક્ષે પણ 60 જેટલા સાક્ષીઓ રજૂ કર્યા હતા.
ગોધરામાં સાબરમતી એક્સપ્રેસનો S6 ડબ્બો સળગાવવાની ઘટના બાદ ગુજરાત રાજ્યમાં રમખાણ-તોફાનો ફાટી નીકળ્યા હતા, 21 વર્ષ પહેલા બનેલી નરોડા ગામની આ મોટી ઘટનામાં 11 લોકોને જીવતા સળગાવી નખાયા હતા. આ કેસમાં વર્ષ 2008માં સુપ્રીમ કોર્ટ દ્વારા તપાસ માટે SITની રચનાનો આદેશ આપવામાં આવ્યો હતો.
નરોડા પાટિયાની જેમ નરોડા ગામમાં પણ હિંસા ફાટી નીકળી હતી. આ ઘટનામાં ગુજરાતના તત્કાલિન મંત્રી માયાબેન કોડનાણી, બજરંગ દળના કાર્યકર્તા બાબુ બજરંગી, વિશ્વ હિન્દુ પરિષદના નેતા જયદીપ પટેલ, તત્કાલિન કોર્પોરેટર વલ્લભભાઈ પટેલ સહિતના 86 આરોપી સામે ગુનો નોંધાયો હતો.