વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંબાજી ખાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી બન્યા બાદ અંબાજીમાં બીજી વખત મુલાકાતે આવ્યા છે, ત્યારે વડાપ્રધાનને આવકારવા અંબાજીના લોકો સાથે બનાસકાંઠા જિલ્લાના લોકો પણ અંબાજી ખાતે આવી પહોંચ્યા છે. મોટી સંખ્યામાં આદિવાસી જનજાતિના લોકો પણ વડાપ્રધાનના સ્વાગત કરવા અંબાજીના રોડ રસ્તાઓ પર આવી પહોંચ્યા છે. આ સમયે લોકોએ હર હર મોદીના નારાઓ સાથે નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા. અંબાજીમાં નરેન્દ્ર મોદીના આગમનને લઈ અંબાજી મંદિર અને ગબ્બરને રોશનીથી સજાવવામાં આવ્યું છે. તો અંબાજીમાં હાલમાં નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
અંબાજીના લોકોમાં વડાપ્રધાનને આવકારવાનો એક પ્રકારનો થનગનાટ જોવા મળ્યો હતો. વડાપ્રધાનને આવકારવા માટે હજારોની જનમેદની એકઠી થઈ છે અને ખાસ કરીને આદિવાસી વિસ્તારના જે લોકો છે તે તેમના પરંપરાગત પોશાકમાં અને ઢોલ-નગારા વગાડી અને નૃત્ય કરીને વડાપ્રધાનનું સ્વાગત અને અભિવાદન કરી રહ્યા છે. દાંતા તાલુકાની પરંપરાગત સંસ્કૃતિ પ્રમાણે સ્વાગત કરાઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અંબાજીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડાપ્રધાને બનાસકાંઠામાં આવાસ, રોડ નિર્માણ તેમજ રેલવેના કુલ 6909 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
અંબાજી મંદિરને વિશેષ ફૂલો અને રોશનીથી સજાવટ કરાયું. દેશના વડાપ્રધાન મા જગતજનની અંબાના ધામ પધારવાના હોઈ અંબાજી મંદિરને વિશેષ રીતે શણગારવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માં જગતજનની અંબાના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યો હતો. અંબાજીના મંદિરના ચાચર ચોક અને પરિસરને પણ વિશેષ સજાવટ કરાયુ હતું. અંબાજી મંદિરને વિવિધ રોશનીઓથી શણગારવામાં આવ્યું હતું જેને લઈને અંબાજી મંદિર જગમગાઈ ઉઠ્યું હતું. જેથી અંબાજી મંદિરના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા હોય તેવું જોવા મળી રહ્યો હતો.
અંબાજી મંદિરના શક્તિદ્વારથી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ નરેન્દ્ર મોદી માતાજીના ગર્ભગ્રહમાં વિશેષ પૂજા અર્ચના કરી માતાજીનો આશીર્વાદ મેળવ્યો હતો. અંબાજી મંદિર માં માતાજીની પૂજા કર્યા બાદ વડાપ્રધાન અંબાજીના ગબ્બર ખાતે મહાઆરતીમાં ભાગ લેશે. મહાઆરતી પરિપૂર્ણ કર્યા બાદ સડક માર્ગે રાજસ્થાનના આબુરોડ ખાતે રવાના થશે. અંબાજી ખાતે યોજાયેલી સભામાં નરેન્દ્ર મોદીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક ખાસ કલ્પવૃક્ષની ભેટ અર્પણ કરી હતી. કલ્પવૃક્ષ આરસના પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે. આ કલ્પવૃક્ષ સાપ્તી (સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યુટ ) સંસ્થા સાથે જોડાયેલ શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આ કલ્પવૃક્ષ બનાવવામાં આવ્યું છે. યાત્રાધામ અંબાજીનું નવીનીકરણ અને સુશોભન કરવામાં આવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને મૂર્તિમંત સ્વરૂપ આપતા સાપ્તી અંબાજી દ્વારા આ સુશોભનમાં વિશેષ યોગદાન આપવામાં આવી રહ્યું છે. સાપ્તી અંબાજી ખાતે સીમ્પોઝીયમની અનોખી શૃંખલા એટલે કે ‘શિલ્પોત્સવ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય પરિષદમાં દેશના વિવિધ રાજ્યોમાંથી દેશના વરિષ્ઠ અને પ્રતિષ્ઠિત શિલ્પકારો ઉપરાંત ઉભરતા શિલ્પકારોને પણ તેમની પ્રતિભા દર્શાવવાનો મંચ પૂરો પાડવામાં આવે છે. શિલ્પોત્સવ હેઠળ અત્યાર સુધી ત્રણ પરિષદ યોજાઈ ચુકી છે,
જેમાં 50 જેટલા શિલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું છે. અંબાજી અને ગબ્બર હિલ વિસ્તારની નજીકના આઉટડોર સ્થળોને સુશોભિત કરવા માટે આ પથ્થરના શિલ્પોને વિવિધ જગ્યાએ સ્થાપિત કરવામાં આવ્યા છે. આ અદ્ભુત પથ્થર શિલ્પો અંબાજીને પથ્થર કળાના વ્યાપક કેન્દ્ર તરીકે તેમજ અંબાજીના પર્યટનને વેગ આપવાની સાથે પ્રવાસીઓ-ભક્તોને ગુજરાત તથા અંબાજીના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંદર્ભ સાથે જોડશે. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા આદ્યશક્તિ મા અંબાના ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આસો સુદ નવરાત્રિના પાંચમાં નોરતે અંબાજી ખાતેથી વિવિધ પ્રકલ્પો – યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા બાદ શક્તિ, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમ એવા સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિરમાં સામાન્ય દર્શનાર્થીઓ જે માર્ગે જાય છે
તે શક્તિ દ્વાર પ્રવેશ કરી જગદંબાના દર્શન કર્યા હતા. મંદિરમાં આદ્યશક્તિના ચરણોમાં શીશ ઝુકાવી વડાપ્રધાને દર્શન-અર્ચન કર્યા હતા. ત્યારબાદ વડાપ્રધાને ગબ્બર ખાતે યોજાયેલી મહાઆરતીમાં ભાગ લીધો હતો. મહાઆરતી પ્રસંગે એક સાથે હજારો દીવડાઓ પ્રજ્વવલિત થતાં સમગ્ર ગબ્બર પરિસર દૈદીપ્યમાન થઈ ઉઠ્યું હતું અને ગબ્બર તળેટીમાં ભક્તિમય માહોલ જામ્યો હતો.
જગવિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્ય શક્તિપીઠ તરીકે ઓળખાતું જગતજનની જગદંબાનુ પવિત્ર અને પ્રાચીન તીર્થસ્થળ છે. મા અંબાના પરમ ભક્ત વડાપ્રધાન મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે પણ મંદિરે દર્શન કરવા જતાં હતા.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.