Home મનોરંજન - Entertainment નયનતારાની લોકપ્રિયતાએ કેટરિના કૈફનો રેકોર્ડ તોડ્યો

નયનતારાની લોકપ્રિયતાએ કેટરિના કૈફનો રેકોર્ડ તોડ્યો

18
0

(GNS),03

નયનતારાએ જવાનની રિલીઝ પહેલા ઈન્સ્ટાગ્રામ પર ઓફિશિયલ પ્રવેશ કર્યો છે. સોશિયલ મીડિયા પર એન્ટ્રી કરતાની સાથે જ નયનતારાનું સ્ટારડમ છવાઈ ગયું છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ઝડપથી એક મિલિયન ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ નયનતારાએ બનાવી લીધો છે. ઈન્સ્ટાગ્રામ પર આગમનના 10 કલાકમાં જ 10 લાખ ફોલોઅર્સ મળી જતાં નયનતારાએ બંને હાથ ખુલ્લા રાખીને ફેન્સનો આભાર માન્યો હતો. નયનતારાના આગમન પહેલા સોશિયલ મીડિયા પર સૌથી વધુ ઝડપથી ફોલોઅર્સ મેળવવાનો રેકોર્ડ કેટરિના કૈફનો હતો. કેટરિનાને 24 કલાકમાં એક મિલિયન ફોલોઅર્સ મળ્યા હતા. નયનતારાએ ઈન્સ્ટાગ્રામમાં જોડાયા બાદ જવાનનું હિન્દી ટ્રેલર શેર કર્યું હતું. આ સાથે તેણે તેના જોડિયાં દીકરાં સાથેનો ફોટોગ્રાફ પણ શેર કર્યો હતો. ફોટો શેરિંગ પ્લેટફોર્મ પર નયનતારા હાલ માત્ર 10 વ્યક્તિને ફોલો કરે છે. જેમાં તેના પતિ વિજ્ઞેશ સિવાન અને જવાન કો સ્ટાર શાહરૂખ ખાનનો સમાવેશ થાય છે.

38 વર્ષીય નયનતારા સામંથા રૂથ પ્રભુ, પ્રિયંકા ચોપરા જોનાસ, મિશેલ ઓબામા જેનિફર એનિસ્ટનને પણ ફોલો કરે છે. નયનતારાએ જવાન ફિલ્મમાં પાવરફુલ પોલીસ ઓફિસરનો રોલ કર્યો છે. સમાજમાંથી દૂષણને દૂર કરવાના મક્કમ નિર્ધાર સાથે તે ગુનેગારોનો સામનો કરે છે. નયનતારાએ આ ફિલ્મ માટે રૂ.11 કરોડની ફી મેળવી હોવાનું કહેવાય છે. શાહરૂખ ખાને જવાન ફિલ્મને નારી સશક્તિકરણ સાથે સરખાવી છે ત્યારે નયનતારાનો દમદાર રોલ પર સૌની નજર રહેશે. નયનતારા ઉપરાંત દીપિકા પાદુકોણ પણ જવાનમાં એક્શન રોલ કરી રહી છે. દીપિકાનો સ્પેશિયલ રોલ છે, પરંતુ તેની એક ઝલકે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. સાડી પહેરીને દીપિકાએ શાહરૂખ સાથે ફાઈટ સીક્વન્સ કર્યો છે. દીપિકાની આ અદાને ઓડિયન્સે પઠાણના સીક્વન્સ સાથે સરખાવી છે. જવાનના ટ્રેલરમાં નયનતારાનો એક્શન અને રોમેન્ટિક અંદાજ બંને જોવા મળે છે. શાહરૂખ સાથે રોમાન્સ કરવાની સાથે નયનતારાએ ઓનસ્ક્રિન દુષ્ટોનો નાશ પણ કર્યો છે. સાઉથની ફિલ્મોમાં નયનતારા અગાઉ આ પ્રકારના રોલ કરી રહી છે. પહેલી વખત પાન ઈન્ડિયા ફિલ્મમાં નયનતારા આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઆર માધવન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા (FTII)ના નવા પ્રમુખ
Next articleરોહિતે પ્રારંભમાં આફ્રિદી સામે સાવચેત રહેવાનું છે : ઓસ્ટ્રેલિયાના મહાન ઓપનર મેથ્યુ હેડન