Home મનોરંજન - Entertainment નતાશા પૂનાવાલાનો સબ્યસાચીના ઓલ ગોલ્ડન આઉટફિટમાં ગ્લેમરશ લુકથી સૌ કોઈને ચોંકાવી દીધાં

નતાશા પૂનાવાલાનો સબ્યસાચીના ઓલ ગોલ્ડન આઉટફિટમાં ગ્લેમરશ લુકથી સૌ કોઈને ચોંકાવી દીધાં

54
0

(જી.એન.એસ),તા.૦૩
મુંબઈ


ફેશન અને ગ્લેમરની દુનિયાની વાત જ અલગ છે. અહીં લોકો જાત-જાતના કપડાં પહેરતાં હોય છે. જોકે, ઘણાં કપડાં એવા હોય છે જે તમે સામાન્ય દિવસોમાં સામાન્ય સંજોગોમાં પહેરીને બહાર નીકળી ન શકો. પરંતુ એ કપડાં મોટા કાર્યક્રમ કે સ્ટેજ શોમાં આકર્ષણનું કેન્દ્ર બની શકે છે. આજ રીતે આકર્ષણ જન્માવે તેવા કપડ હાલ ચાલી રહેલાં મેટ ગાલા ઈવેન્ટમાં જોવા મળી રહ્યાં છે. જેમાં ગ્લેમર ગર્લ પોતાના જલવા બિખેરી રહી છે. ખાસ કરીને આ ઈવેન્ટમાં બોલીવુડ બેબ અને સોશ્યિલ મીડિયામાં છવાયેલી રહેતી નતાશા પુનાવાલાએ આવો જ ડિફરન્ટ ડ્રેસ પહેરીને સૌ કોઈને ચોંકાવી દીધાં છે. જેની તસવીરો જોઈને તમે પણ વિચારમાં પડી જશો. ફેશનની સૌથી મોટી ઈવેન્ટ મેટ ગાલા 2022માં હોલિવૂડ સેલેબ્સ પોતાના સેંસેશનલ લુક્સથી લોકોને શોક કરી રહ્યા છે. ત્યારે, ઈન્ડિયન સેલેબ્સ પણ પોતાના યૂનિક સ્ટાઈલથી બાજી મારી છે. મેટ ગાલામાં 2022માં સબ્યસાચીની સાડી પહેરી શોશ્યલાઈટ અને બિઝનેશવૂમન સૌ કોઈને સતબ્ધ કરી દિધા છે. નતાશાની આ સ્ટનિંગ લુક ફેશન પોલીસ પણ ઈમ્પ્રેસ છે. નતાશાએ ફેશનની સૌથી મોટી નાઈટ માટે ફેમસ ડિઝાઈનર સબ્યસાચીના આઉટફિટને સિલેક્ટ કર્યું. સબ્યસાચીના ઓલ ગોલ્ડન આઉટફિટમાં નતાશા કોઈ ગ્લેમર ડિવાથી ઓછી નથી લાગતી. આ વખતે મેટ ગાલાનો ડ્રેસ કોડ ગીલ્ડેડ ગ્લેમર રાખવામાં આવી છે. આ કોડને નતાશાએ પુરી રીતે જસ્ટિફાઈ કર્યો છે. નતાશાએ પોતાની ગોલ્ડન સાડી અને ટ્રેલને મેટાલિક બ્સટિયર સાથે કમ્બાઈન કરી છે. વાત કરીએ નતાશાની આ બ્યુટીફૂલ સાડી વિશે. આ સબ્યસાચીની ગોલ્ડ હેન્ડક્રાફ્ટ પ્રિન્ટેડ ટ્યૂલ સાડી છે. નતાશા પૂનાવાલાના આ અમેઝિંગ લુકને અનીતા શ્રોફ અદજાનિયાએ સ્ટાઈલ કર્યું છે. ફેન્સને નતાશાનો આ લુક ખૂબ જ ગમી રહ્યો છે. ફેન્સ ફાયર અને હાર્ટ ઈમોજી પોસ્ટ કરી રહ્યા છે. મેટ ગાલા લુકમાં નતાશા માથાથી પગના નખ સુધી એકદમ પરફેક્ટ લાગી રહી છે. નતાશાએ પોતાના ગોલ્ડન લુકને હાઈલાઈટ કરવા માટે ગોલ્ડન આઈશેડો આઈમેકઅપ પણ કર્યો છે. હેડબેન્ડ, નેલ્સ, રિંગ્સથી લઈને બેગ્લ્સ સુધી તમામ એકઝેસરીઝમાં પ્રીસિયસ અને સેમિ પ્રીસિયસ સ્ટોન્સનો ઉપયોગ કરાયો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field