(GNS NEWS)
નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરની સાફ સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. આમ છતાં શહેરમાં ગંદકી કચરાના ઢગલા જોવા મળતા હોય છે. ત્યારે નડિયાદ વોર્ડ નં-6માં 15-15 દિવસ સુધી સફાઈ કરવામાં ન આવતી હોવાનો મ્યુ કાઉન્સીલરે આક્ષેપ કર્યો છે.
નડિયાદ નગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ સુંદર રાખવા માટે ડોર ટુ ડોર સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. જરૂરી સફાઈ કામદારોની ભરતી કરવા તેમજ લાખો રૂપિયાના ખર્ચે નવી ડસ્ટબીન ખરીદવામાં આવી છે. પરંતુ પૂરતા પ્રમાણમાં સફાઈ કામદારોનો અભાવ જોવા મળી રહ્યો છે.ત્યારે સફાઈ કામદારો દ્વારા સફાઈ કામગીરી કરવામાં ભારે બેદરકારી દાખવવામાં આવતી હોવાની રોજ બરોજ નગરજનોમાં ગણગણાટ થઈ રહ્યો છે.ઘણા વિસ્તારોમાં આઠ દસ દિવસ સુધી ડોર ટુ ડોર કચરો ઉઘરાવવા કે સફાઈ કરવા કર્મચારીઓ ફરકતા કરતા ન હોવાની ચૂંટાયેલા સભ્યો બૂમરાણ કરતાં હોવાનું જગજાહેર છે. શહેરના માર્ગો, શેરીઓ ગંદકી કચરાથી ખદબદી રહ્યા છે. ત્યારે નડિયાદ વોર્ડ નંબર છ માં 15-15 દિવસથી સફાઈ કામગીરી થતી ન હોવાનો સભ્ય મ્યુ.માજીદખાન પઠાણે આક્ષેપ કર્યો છે. વોર્ડ નંબર છ માં નિયમિત સફાઈ કામગીરી ન થતી હોય ઠેર ઠેર ગંદકી કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. ગંદકી કચરાના ઢગલાના કારણે ભારે દુર્ગંધની સાથે સાથે મચ્છરોનો ઉપદ્રવ વધતા રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે. ત્યારે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ૬ માં નિયમિત સફાઈ કરાવવા સ્થાનિક રહીશોમાંથી માંગણી ઉઠવા પામી છે.
(GNS NEWS)
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.