(જી.એન.એસ)તા.૨૨
નડિયાદ,
મહેમદાવાદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે નડિયાદની મહિલાને લગ્નની લાલચ આપીને વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. મહિલા ડિવોર્સી હોવાની જાણ થતાં કોન્સ્ટેબલે પોતાની પત્ની અને બે બાળકો કોવીડમાં અવસાન પામ્યા હોવાની ખોટી વાતો કરી હતી. પોલીસે ગુનો નોંધી, આરોપી કોન્સ્ટેબલની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે. નડિયાદમાં રહેતી એક મહિલાને ગત એપ્રિલ માસમાં મહેમદાવાદ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ કિશોરસિંહ ઝાલા સાથે સોશિયલ મીડિયા મારફતે સંપર્ક થયો હતો. બાદમાં બંને અવારનવાર મળતા વાત પ્રેમસંબંધ સુધી પહોંચી હતી. મહિલાના અગાઉ વર્ષ ૨૦૦૭માં લગ્ન થયાં હતાં. તેના ઘરે બે સંતાનોનો જન્મ થયાં બાદ પતિ સાથે મનમેળ ન થતાં વર્ષ ૨૦૧૪માં બંનેએ સંમતિથી છુટાછેડા લીધા હતા. ત્યારથી મહિલા પોતાના બે સંતાનો સાથે નડિયાદમાં રહેતી હતી. મહિલા ડિવોર્સી હોવાની જાણ થતાં તેની સાથે વધુ નીકટતા મેળવવા કોન્સ્ટેબલે પોતાની પત્ની અને બે બાળકો કોવીડમાં અવસાન પામ્યા હોવાની ખોટી વાત કરી હતી. તથા પોતે મહેમદાવાદમાં એકલવાયું જીવન જીવતો હોવાનું જણાવ્યું હતું. તેમજ લગ્ન કરવાની લાલચ આપીને મહિલા સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, કોન્સ્ટેબલે પોતાની પત્ની અને બાળકો જીવીત હોવાનું અચાનક જણાવતાં મહિલાએ નડિયાદ પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે હેડ કોન્સ્ટેબલ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કોન્સ્ટેબલે ખોટું બોલીને, લગ્નની લાલચ આપતા પીડિતાએ લગ્ન માટેની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. કોન્સ્ટેબલે પીડિતાને નડિયાદની ચોક્સી બજારમાંથી મંગલસૂત્ર પણ અપાવ્યું હતું. તેવામાં એકાએક પોતાની પત્ની અને બાળકો હયાત હોવાનો ખુલાસો કરતા મહિલાને આઘાત લાગ્યો હતો. જેથી પરિણીતાએ લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે કોન્સ્ટેબલને ઝડપી પાડી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે. બે શખ્સોએ મહિલાને ધમકી આપી હતી આ બનાવ અંગે મહિલાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, કોન્સ્ટેબલનું ઉપરાણું લઈને કોઈ બે શખ્સોએ તેને ધાક ધમકી આપી હતી. ત્યારે ધમકી આપનારા બે શખ્સો કોણ છે તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગે નડિયાદ ડિવિઝનના ડીવાયએસપી વી.આર. બાજપાયે જણાવ્યું હતું કે, આ ગુનામાં આરોપીની અટકાયત કરી છે. ફરિયાદી ડિવોર્સી અને પોલીસ કર્મી પરિણીત છે. આ અંગે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.