Home ગુજરાત નડિયાદમાં પીડાતા બાળકની સારવાર માટે રૂપિયા 50 લાખ સરકારમાંથી થયા મંજૂર

નડિયાદમાં પીડાતા બાળકની સારવાર માટે રૂપિયા 50 લાખ સરકારમાંથી થયા મંજૂર

29
0

નડિયાદના ડીએમડી જીનેટીક મસ્ક્યુલર ડીસ્ટ્રોફી નામની રેર બીમારીનો ભોગ બનેલ માન્ય બ્રહ્મભટ્ટની સારવાર માટે વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ ધારાસભ્ય પંકજ દેસાઈની અસરકારક રજૂઆતને પગલે રાજ્ય સરકારે રૂપિયા 50 લાખ જેટલી માતબર રકમ સરકારની તીજોરીમાંથી મંજૂર કરી છે. નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં આવેલ અંનેરી હાઇટ્સમાં રહેતા એક બ્રહ્મભટ્ટ પરિવારના દીકરા માન્ય ભાગ્ય જ કોઇકને થતી ડીએમડીની બીમારીનો ભોગ બન્યો છે. જેની સારવાર ખુબ મોંઘી હોય પરિવારને પોતાના લાડકવાયાની સારવાર કરાવી પહોંચની બહાર હતી.

દરમિયાન માન્ય બ્રહ્મભટ્ટની બીમારીને સારવાર માટે સોશિયલ મીડિયામાં પહેલ નાખવામાં આવી હતી. દરમિયાન વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના લોકપ્રિય ધારાસભ્ય પંકજભાઈ દેસાઈને માન્ય બ્રહ્મભટ્ટની બીમારીની જાણ થવાની સાથે મુખ્ય દંડકને તેની સારવારનો ખર્ચ પરિવારની પહોંચની બહાર હોવાનુ પણ જાણવા મળ્યું હતું. જેને પગલે મુખ્ય દંડક અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ રેર ડીએમડી બીમારીનો ભોગ બનેલ માન્ય બ્રહ્મભટ્ટના સારવાર ખર્ચમાં સહાય માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરી હતી.

વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈની અસરકારક રજૂઆત ધ્યાને લઈ સરકારે કેન્દ્ર સરકારની રેર ડીસિઝ પોલિસી મુજબ રૂપિયા 50 લાખ જેટલી માતબર રકમ સારવાર સહાય પેટે મંજૂર કરી છે. હવે માન્ય બ્રહ્મભટ્ટને બીમારીની કેન્દ્ર સરકાર દ્વારા ગંભીર રોગોની સારવાર માટે માન્યતા પ્રાપ્ત મુંબઈની કેઈએમ હોસ્પિટલ ખાતે સારવાર પ્રાપ્ત થશે.

જેને લઈ માન્ય બ્રહ્મભટ્ટના પરિવારમાં હર્ષ છવાઈ જવાની સાથે પરિવારે સારવાર માટે રજૂઆત કરનાર વિધાનસભાના મુખ્ય દંડક અને નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને સરકારનો આભાર માન્યો છે‌.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleગીર સોમનાથમાં બેરહેમ બાપે પોતાની જ દીકરીને મોતને ઘાટ ઉતારી
Next articleઆણંદ જિલ્લા પંચાયત ખાતે પ્રમુખ હંસાબેન પરમારના હસ્તે ખેડૂત જનસેવા કેન્દ્રનું લોકાર્પણ કરાયું