નડિયાદ સ્થિત મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત દિનશા પટેલ કોલેજ ઓફ નર્સિંગમાં ગુરૂવારના રોજ આઈ.કયુ.એ.સી. અને ચાઈલ્ડ હેલ્થ નર્સિંગ વિભાગ ધ્વારા “બાળરોગની વિકૃતિઓ, ગુણવત્તા સંભાળના પ્રવેશ દ્વારો” વિષય પર એકદિવસિય નેશનલ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું.આ સેમીનારનું ઉદ્ઘાટન સમારંભમાં મંચ પર સોસાયટીના પ્રમુખ તથા ભૂતપૂર્વ કેબિનેટ મિનિસ્ટર દિનશા પટેલ, મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટી (મેમ યુનિ.) ના પ્રમુખ અને સોસાયટીના ચેરમેન બી. ટી. દેસાઈ, મેમ યુનિવર્સિટીના ઈનચાર્જ વાઈસ ચાન્સેલર, ડો. પી. યુ. વૈષ્ણવ, કોલેજના ડાયરેકટર ડો. બી. એચ. શેલત, કોલેજના આચાર્ય પ્રોફેસર વિરેન્દ્ર જૈન, વાઈસ પ્રિન્સિપાલ અર્પિતા વૈદ્ય તથા આઈ.કયુ.એ.સી. કોઓર્ડિનેટર અને ઓર્ગેનાઈઝીંગ સેક્રેટરી ધારા વ્યાસ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત પ્રભુવંદના બાદ દીપ પ્રાગટય દ્વારા મંચસ્થ મહાનુભાવો દ્વારા કરવામાં આવ્યું. સૌ પ્રથમ કોલેજના આચાર્ય પ્રોફેસર વિરેન્દ્ર જૈને સૌ મંચસ્થ મહાનુભાવોને તથા ભાગ લેનાર તમામ સભ્યોને આવકાર્યા હતા. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન બી. ટી. દેસાઈએ કોન્ફરન્સથી વિદ્યાર્થીઓ તથા ટીચરોની નવી ટેકનોલોજીની માહિતી મેળવી નર્સિંગ ક્ષેત્રે વધુ સારી રીતે સેવાઓ આપી શકે છે તેમ જણાવ્યુ હતું. કાર્યક્રમના પ્રમુખ દિનશા પટેલે આ કોન્ફરન્સથી બાળકોની સંભાળ તથા તેમના રોગથી કેવી રીતે મદદરૂપ થઈ શકે તેની માહિતી તજજ્ઞોથી પુરી પાડી હતી. નર્સિંગ ક્ષેત્રે બાળકોની સારસંભાળ રાખવી એક આગવી શૈલી હોય છે.
વિશ્વભરમાં ભારતીય નર્સોની ખૂબ જ માંગ છે. દીકરીઓ આ પરિસંવાદમાં ધ્યાનથી સાંભળો અને જ્ઞાન મેળવી નવી ટેકનોલોજીની માહિતી મેળવો. આ કોન્ફરન્સમાં પ્રથમ વકતા રાજસ્થાનના ગર્વમેન્ટ સ્કૂલ ઓફ નર્સિંગના ચાઈલ્ડ હેલ્થ નર્સિંગના પ્રોફેસર કપીલ પંડયાએ ‘બાળ ચિકિત્સાની જટિલ રોગોની સંભાળ તથા તેની ભૂમિકા’ વિષય પર પોતાના અભિપ્રાય આપ્યા હતા. બીજા વકતા તરીકે અમદાવાદની જી.સી.એસ. કોલેજના રકતવિજ્ઞાન અને બાળ કેન્સર નિષ્ણાંત, એમ.ડી., એફ.આઈ.એ.પી.ની ડીગ્રી ધરાવનાર ર્ડા. અનુપા જોષીપુરા એ ‘સામાન્ય બાળ કેન્સર અને એડવાન્સ મેનેજમેન્ટ’ વિષય પર પોતાના અભિપ્રાય આપેલ હતા.
ત્રીજા વકતા તરીકે અમદાવાદની રાજસ્થાન હોસ્પીટલના ચેતાતંત્ર અને જ્ઞાનતંતુઓના નિષ્ણાંત, ગોલ્ડ મેડાલીસ્ટ, એમ.એસ. અને એમ.સીએચ. ન્યુરોસર્જન ર્ડા. કૈરવ શાહ ‘સામાન્ય ન્યુરો બાળરોગ વિકૃતિઓ” વિષે પોતાના અભિપ્રાયો આપ્યા હતા. ચોથા વકતા તરીકે નડિયાદના મહાગુજરાત હોસ્પિટલના નિષ્ણાંત, ગોલ્ડ મેડાલીસ્ટ, એમ.એસ., એમ.સીએચ., સી.વી.ટી.એસ. વાસ્કયુલર અને થોરાસીક સર્જન ર્ડા. બીરજુ શાહ જન્મજાત વાસ્કયુલર વિકૃતિઓ’ પર પોતાના અભિપ્રાય આપ્યા હતા. પાંચમાં વકતા તરીકે નડિયાદની પ્રખ્યાત કીડની હોસ્પિટલના એમ.સી.એચ. યુરોલોજીસ્ટ ડો. અભિષેક સિંગ “જન્મજાત જનનાંગો અસાધારણતા અને તેની વાઢકાપનું સંચાલન’ વિષય પર પ્રતિનિધિઓને જ્ઞાન પુરૂ પાડ્યુ છે.
અંતિમ વકતા તરીકે મનીપાલની મનીપાલ કોલેજ ઓફ નર્સિંગના ચાઈલ્ડ હેલ્થ નર્સિંગ વિભાગના પ્રોફેસર તથા એચ.ઓ.ડી. ડો. બેબી એસ. નાયકે ”બાળચિકિત્સા નર્સિંગમાં કાનૂની અને નૈતિક મુદ્દાઓ” પર પોતાના અભિપ્રાયો આપ્યા હતા. આ કોન્ફરન્સમાં ગુજરાતભરમાંથી 24 ઈન્સ્ટિટયુના કુલ 350થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષક તથા સ્ટાફ નર્સે ભાગ લીધો હતો. કાર્યક્રમમાં પ્રતિનિધિઓએ પ્રશ્નોતરી કરી પોતાની મુઝવણોનું નિરાકરણ પણ કરેલ હતું. સૌથી વધુ પ્રતિનિધિઓ ભાગ લીધેલ જી.સી.એસ. કોલેજ ઓફ નર્સિંગને સ્મૃતિચિન્હ આપી સન્માનીત કરેલ હતી. કાર્યક્રમના અંતમાં સર્ટીફીકેટ આપ્યા બાદ ઓર્ગેનાઈઝીગ સેક્રેટરી ધારા વ્યાસે આભારવિધિ કરેલ હતી.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.