(જી.એન.એન) તા.૧૨
દાહોદ,
દાહોદમાં નકલી ઈન્મકટેક્ષ અધિકારી બનીને 6 શખ્સોએ એક વેપારી પાસેથી 25 લાખની માંગણી કરી. દાહોદ જિલ્લાના સુખસર ગામમાં નકલી ઇન્કમટેક્સ રેડમાં પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ નાણા ધિરનાર વેપારીને નિશાન બનાવી રૂ.25 લાખની માંગણી કરી હતી અને રૂ. 2 લાખ રોકડા પણ લીધા હતા. આ મામલે મળતી માહિતી મુજબ, 6 નકલી ઇન્કમટેક્સ અધિકારીઓએ વેપારી અલ્પેશ ઉકારભાઈ પ્રજાપતિની દુકાને રેડ પાડી હતી. નકલી ઇન્કમટેક્સ અધિકારીઓના વેશમાં આવેલા આ શખ્સોએ વેપારીને ધમકાવી દાગીના અને ચોપડા જમા કરવાની ધમકી આપી હતી. જો કેસ ન કરવા માટે વેપારી પાસેથી રૂ. 25 લાખની માંગણી કરવામાં આવી હતી અને રૂ. 2 લાખ રોકડા પણ લેવામાં આવ્યા હતા. આ મામલે પોલીસે ભાવેશ બીપીનચંદ્ર આચાર્ય જ્યારે અન્ય 4 આરોપીઓ હજુ પકડાયા નથી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સરકારી અધિકારી હોવાની ખોટી ઓળખ આપી છેતરપિંડી કરવા અંગે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ દાહોદ જિલ્લામાં ચકચાર મચાવી દીધી છે, લોકોમાં ભારે રોષ છે. પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે, પરંતુ હજુ પણ અન્ય 4 આરોપીઓ ફરાર છે. પોલીસ તેમની શોધખોળ હાથ ધરી છે.
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.