Home ગુજરાત ધ્રાંગધ્રા એક્સ આર્મીમેન પરીવાર પર હુમલાના ફરાર તમામ આરોપી ઝડપાયા

ધ્રાંગધ્રા એક્સ આર્મીમેન પરીવાર પર હુમલાના ફરાર તમામ આરોપી ઝડપાયા

33
0

ધ્રાંગધ્રાના સોની તલાવડી વિસ્તારમા સામાન્ય બાબતમાં એક્સ આર્મીમેનના પરીવાર પર હુમલામાં યુવકને ગંભીર ઈજા થતા 9 આરોપીઓ સામે ફરિયાદ નોંધાઇ હતી. બનાવને લઈને મોટી સંખ્યામાં ક્ષત્રીય સમાજના આગેવાનો, કરણીસેનાના યુવાનો, વિશ્વહિન્દુ પરિષદના આગેવાનો દોડી ગયા હતા. અને આરોપી સામે કડક કાર્યવાહી કરી ઝડપી પાડવાની માગ કરવામાં આવી હતી અને બનાવના ઘેરા પડઘા પડ્યા હતા. અને અગાઉ ત્રણ મહિલા ઝડપાઇ હતી. ત્યારે અન્ય આરોપીઓને અમદાવાદથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ધ્રાગધા શહેરના સોની તલાવડી વિસ્તારમા રાત્રે વાહન પાર્ક કરવાને લઈને એક્સ આર્મીમેન મંગળસિંહ ઝાલાના ઘર પર રાત્રીના સમયે આરોપી હથીયાર સાથે આવી હુમલો કરતા પુથ્વીરાજસિહ મંગળસિહ ઝાલા નામના યૂવાનને ગંભીર ઈજા થઈ હતી.

જયારે મહિલા સહિત 2 લોકોને ફેકચર જેવી ઈજા થતાં ગંભીર હાલતમાં દવાખાનામાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. મુસ્લીમ પરિવારના મહિલા સહિત 9 શખસ દ્વારા ધોકા, પાઈપ સહિત તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા ક્ષત્રીય સમાજના આગેવાનો, કરણીસેનાના યુવાનો, વિશ્વહિન્દુ પરિષદના આગેવાનો મોટી સંખ્યામાં દોડી ગયા હતા. અને બનાવને લઈને 3 મહિલા ઝડપાઇ હતી. પરંતુ અન્ય આરોપી નહીં પકડાતા તેના ઘેરા પડધા પડ્યા હતા અને આંદોલનની ચીમકી અપાતાં જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત, ડીવાયએસપી જે.ડી.પુરોહિત, એસઓજી પીઆઈ જાડેજા, સીટી પીઆઈ જામરે અને સ્ટાફ દ્વારા આરોપી ફેઝલ ફિરોજ પઠાણ, તોસીફ ઉસ્માનભાઈ, મોહશીન ઉસ્માનભાઈ, મોહશીન મઠલી અને વશીમ પઠાણની સામે પોલીસે ખુની હુમલો અંગેનો ગુનો નોંધી અમદાવાદથી આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા .

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field