Home ગુજરાત ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર ૨૧૩૬ વિદેશી દારૂની બોટલ ભરેલી ટ્રક ઝડપાઈ

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઈ-વે પર ૨૧૩૬ વિદેશી દારૂની બોટલ ભરેલી ટ્રક ઝડપાઈ

34
0

ધ્રાંગધ્રા- અમદાવાદ હાઈ-વે પર એલસીબીને મળેલી બાતમીના આઘારે હરીપર પાસે વોચ ગોઠવતા એક ટ્રક નીકળતા ઉભો રાખી તપાસ કરી હતી. જેમાં ટ્રકના ચોર ખાનામાથી વિદેશી દારૂની ૨૧૩૬ બોટલ સહિત કુલ રૂ. ૨૦,૬૯,૧૦૦ના મુદામાલ સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. ધ્રાંગધ્રા-અમદાવાદ અને કચ્છ હાઈ-વે વિદેશી દારૂ સપ્લાય કરવા માટે વાહન પસાર થાય છે. ત્યારે બાતમીના આઘારે એલસીબી ટીમ દ્વારા અમદાવાદ હાઈ-વે પર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન શંકાસ્પદ હાલતમાં ટ્રક નીકળતા પોલીસે ઉભા રાખવાનું કહેતા ટ્રકચાલકે ટ્રક મારી મૂક્યું હતું. હરીપર પુલ પાસે ટ્રક મૂકી આરોપી ભાગવા જતા પોલીસ દ્વારા આરોપીને ઝડપી ટ્રકમાં બનાવેલા ચોર ખાનામાંથી ૧૦,૬૮,૦૦૦ની કિંમતની ૨૧૩૬ વિદેશી દારૂની બોટલ ઝડપી હતી. દારૂ, રૂ. ૧૦,૦૦૦ની કિંમતના ૨ મોબાઇલ, રૂ. ૧૦,૦૦,૦૦૦ની કિંમતનો ટ્રક સહિત કુલ રૂ. ૨૦,૭૯,૪૬૦ના મુદામાલ સાથે રાજસ્થાનના બાડમેર જિલ્લાના ધનાઉ ગામના ઠાકરારામ ઉદારામ માચરાને દબોચી લીધો હતો.

અને આ આરોપી અને મુદામાલને તાલુકા પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. બુટલેગરો પોલીસની નજરમાંથી બચવા વાહનોમા ખાના બનાવી તેમા વિદેશી દારૂ રાજસ્થાનથી ભરી ગુજરાતમાં સપ્લાય કરતા હતા.

પોલીસની નજરમાંથી બચવા વાહનોમાં ચોરખાનાનો ઉપયોગ કરવાની નવી મોડસ ઓપરેટિંગ જાેવા મળી.

GNS NEWS

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleસુરેન્દ્રનગરના ટાવર ચોક વિસ્તારમાં બિનવારસી મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી
Next articleભરૂચમાં સ્તન કેન્સર જાગૃતિ અર્થે મેરેથોન યોજાઈ