Home ગુજરાત ધોળકામાં મગરોએ બે બકરીના બચ્ચાનું કર્યું મારણ, રહીશોમાં ભયની લાગણી

ધોળકામાં મગરોએ બે બકરીના બચ્ચાનું કર્યું મારણ, રહીશોમાં ભયની લાગણી

356
0

(S.yuLk.yuMk)ધોળકા,íkk.27
ધોળકાના વરસાદી પાણીના નિકાલના કાંસમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી એક મગર અને બે તેના બચ્ચાએ દેખાદેતા સ્થાનિક ખેડૂતો અને રહીશોમાં ફફડાટ ફેલાઈ ચૂક્યો છે. સોનાર કુઈ વિસ્તારથી ખેત વિસ્તારોમાં જવાના મુખ્ય માર્ગ ઉપરના આ કાંસમાં આવી ચડેલા મગરોએ બે બકરીના બચ્ચાઓનું મારણ કરી કોળિયો કરી જતા પશુપાલકો તથા સ્થાનિક રહીશો અને ખેડૂતો ભયભીત થઈ ઊઠયા હોવાની વાત વહેતી થતા સ્થાનિક વનતંત્ર રેસ્ક્યુ ટીમ અને ધોળકા ફાયરબ્રિગેટ ટીમ અને ન.પા. તંત્ર મગરોને શોધી કાઢવાની કામગીરીમાં જોતરાઈ ચૂક્યા છે.
પાલિકાઓની સૂચનાથી ધોળકા ફાયરબ્રિગેડ ટીમના હાર્દિપસિંહ ચુડાસમા તથા કૌશિકભાઈ પરમાર અને વનવિભાગના અધિકારીની સૂચનાથી વનકર્મચારી વિપુલભાઈ અને સ્થાનિક યુવાનો કાંસ ઉપર આવીને મગરોને શોધી કાઢવા અંગેની ખાસ ચર્ચા વિચારણા કરી હતી એક મોટો મગર આસરે છએક ફૂટ લંબાઈ ધરાવતો તથા બે નાના બચ્ચા તેની લખાઈ આશરે સાડાત્રણ ફુટની હોવાની સ્થાનિક યુવાનો બનાવી રહ્યાં છે.
આ મગરો ક્યાંથી આવ્યા તે જાણી શકાયું નથી પણ હાલ સ્થાનિક રહીશો અને ખેડૂતો મગરોના ભયથી અકળાઈ ઊઠયા છે. વનતંત્ર પાલિકા તંત્ર અને રેસ્ક્યુ ટીમ ગણતરીના કલાકોમાં કામે લાગી જઈ કાંસની સફાઈ કરી મગરોને ઝડપી પાડવાની ખાત્રી મળતા સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો છે. પણ આ મગરો પકડાશે ક્યારે તે અંગેની ચર્ચાઓ ભયના ઓથાર હેઠળ જામી છે.
ધોળકા વનવિભાગ અધિકારીએ જણાવ્યું હતું કે,
ધોળકા વનવિભાગના અધિકારી ડી.એસ.જાનીએ જણાવ્યું હતું કે, સ્થાનિક લોકોએ મગરોને જોયા છે. ધોળકા વન કર્મચારીઓની ટીમ વન ચેતના કેન્દ્ર અમદાવાદની ટીમ અવારનવાર આ કાંસવાળા સ્થળે જાય છે. પણ મગરો દેખાઈ આવતા નથી ટૂંક સમયમાં જ રેસ્ક્યુ ટીમ અને સ્થાનિક વનવિભાગ ટીમ મગરોને પકડી લેવાની કામગીરી હાથ ધરી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.

Existing Users Log In
   
New User Registration
*Required field
Previous articleઓઢવની આ યુવતીએ કરેલી ત્રણ પોલીસ ફરિયાદ, ત્રેયમાં ઉમર છે અલગ અલગ,પોલીસ મુકાઈ મૂંઝવણમાં
Next articleહારના ચોક્કસ મૂળ સુધી પહોંચવા માગે છે રાહુલ, ત્રણ શહેરોનો માંગ્યો અલગથી રિપોર્ટ