રાજકોટના રેસકોર્ષ ગાર્ડનમાં ધોરાજીના મોટી મારડની યુવતિ શિતલ રવિ આરીખડા (ઉ.વ.25) એ પોતાના હાથના કાંડે બ્લેડના છરકા મારી લેતા લોહી લુહાણ હાલતમાં રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શીતલે 8 દિવસ પહેલા તેના જ મામાના દીકરા રવિ સાથે એક મંદિરમાં લવ મેરેજ કર્યા હતા. જે પછી બંન્ને રાજકોટ આવ્યા હતા અહીં રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસે આંબેડકરનગરમાં હંગામી રીતે રહેતા હતા અને બીજુ મકાન શોધી રહ્યા હતા.
પરંતુ બીજુ કોઈ મકાન મળ્યું નહોતું અને આર્થિકભીંસ પણ વધતી ગઈ હતી. આવામાં શિતલ અને રવિ બંને ગેલેકસી સિનેમા સામે રેસકોર્ષ ગાર્ડનમાં હતા ત્યારે અચાનક શિતલે પોતાના કાંડા ઉપર બ્લેડના છરકા મારી લીધા હતા. જેથી તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. પોલીસે આ મામલે નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રાત્રે તેઓ સુતા હતા ત્યારે રાત્રે રતનપર પાટીયા પાસે બીએસએનએલ મોબાઈલ ટાવર બંધ થયો છે
તેવો મેસેજ આવ્યો હતો બાદમાં સવારે લાઈન સ્ટાફને આ બાબતે જાણ કરી તપાસ કરવાનું કહ્યું હતું જેથી બનાવ સ્થળે પહોંચી ગયેલા સ્ટાફે થોડીવાર બાદ એકસચેન્જના તાળા તુટેલા છે અને ચોરી થઈ હોવાનું તેને જણાવતા તે અન્ય સ્ટાફ સાથે ત્યાં પહોંચી ગયા હતા જયાં તપાસ કરતા ઓફિસના તાળા તુટેલા જોવા મળ્યા હતા અને રૂમમાંથી ત્રણ પાવર પ્લાન્ટના મોડયુલ અને ડીસી સપ્લાય માટેના અલગ-અલગ જાડા કોપર કેબલ 60 મીટર કે જેની કુલ કિંમત રૂ. 1.50 લાખ થાય છે.
તે જોવા નહી મળતા ચોરી થયાની જાણ થતા કુવાડવા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. હાલ પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ શહેરના રાજનગર સોસાયટીમાં રહેતાં રાજેશભાઈ નટવરલાલ રાઠોડ (ઉ.43) તેના મકાનનું કામકાજ ચાલતું હોવાથી તે ત્રીજા માળે અગાશી ઉપર કામકાજ જોવા માટે ગયા હતાં ત્યારે પગ લપસતા તેઓ નીચે પટકાતા ગંભીર ઈજા થતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. મૃતક યુવાન હેન્ડીકેપ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે માલવીયાનગર પોલીસ મકથના એએસઆઈ ગીતાબેન પંડયાએ મૃતદેહને પોસમોર્ટમ એઆરટીએચઈ ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. અચાનક આવી પડેલા આકસ્મિક મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
GNS NEWS
This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.